તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છુટછાટ:નવસારીમાં કોરોના સંક્રમણ કાબૂમાં આવતા દાંડી અને ઉભરાટ બીચને ખોલવાની મંજૂરી, શનિ-રવિ બંધ રહેશે

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોલ્ટ મેમોરીયલ જોવા આવતા લોકો દાંડી બીચ જોઈ શકતા ન હતા
  • સ્થાનિકોની રોજગારીનો પ્રશ્ન હલ થયો

નવસારી જિલ્લામાં ક્રમશઃ કોરોના ની સંખ્યા ઘટી રહી છે તેવામાં સરકાર દરેક નિયંત્રણો તબક્કાવાર ઘટાડી રહી છે ત્યારે છેલ્લા અનેક સમયથી બંધ ઉભરાટ અને દાંડીના દરિયા કિનારા ઉપર સ્થાનિક ગામોના નાના વેપારીઓને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો જે અંતર્ગત આજે મળેલી સંકલન સમિતિમાં જિલ્લા કલેક્ટરે બંને બીચને ખુલ્લો કરવાનો નિર્ણય કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે

દાંડી અને ઉભરાટ દરિયા કિનારે દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા આવે છે ત્યારે આ પ્રવાસની સાથે સાથે સ્થાનિક વેપારીઓ ની રોજગારી પણ જોડાયેલી છે ત્યારે કોરોનાની મહામારીને ધ્યાને લઇ રાજ્ય સરકારે પહેલી લહેરથી જ તમામ દરિયાઈ બીચ ને બંધ કરવાનો આદેશ કર્યો હતો જેના પગલે ધીરે-ધીરે તમામ નિયંત્રણો હળવા થઈ ગયા છે ત્યારે સુરતના ડુમસ બીચ બાદ નવસારી જિલ્લાના 2 બીચને પણ ખોલવા માટે ધારાસભ્ય પિયુષ દેસાઈ અને જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લા કલેકટરની મળેલી આજની સંકલનની મિટિંગ માં શરતી નિયમો સાથે દરિયા કિનારા પર સહેલાણીઓ ફરવાની છૂટ આપવામાં આવી છે પણ શનિ અને રવિવારે લોકોનો ધસારો વધી શકે છે તેવા સંભવિત ભયને જોતા સોમવારથી શુક્રવાર સુધી દરિયા કિનારાઓ સહેલાણીઓ માટે ખુલ્લા રહેશે.

ધારાસભ્ય પિયુષભાઈ ના જણાવ્યા મુજબ નેશનલ સોલ્ટ મોમેરિયલ ને છેલ્લા અનેક સમયથી ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો અને તેમાં પ્રવાસીઓ મુલાકાત પણ લેતા હતા પણ મેમોરિયલ ને અડીને જ આવેલા દાંડી કિનારે ફરવા જવાની લોકોની ઇચ્છા અધૂરી રહેતી હતી સાથે જ દાંડી ગામના લોકો જે ત્યાં વેપાર કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તેમને પણ આર્થિક નુકસાન થતું હતું જેને પગલે અનેક વાર આ મામલે મને રજૂઆત થતાં મેં સંકલનમાં આ બાબતે શરતી છૂટછાટ મળે તે માટે રજૂઆત કરી હતી જેને પગલે કલેક્ટરે દરિયાકિનારો પ્રવાસીઓ ખોલવાનો સકારાત્મક નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...