તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા:ધોરણ-3થી 8ની 20થી 22 સપ્ટેમ્બર દરમિયાન સામયિક કસોટી લેવાશે

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નવસારી શહેરમાં 2990 જેટલા છાત્રો પરીક્ષા આપશે

નવસારી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઓછું થતા સરકાર દ્વારા ક્રમશ ધોરણ -6થી 12 સુધીના વર્ગો ઓફલાઇન શરૂ કરવામાં આવ્યા છે. હજુ તો વર્ગોની બરાબર શરૂઆત થઈ ત્યાં તો પરીક્ષાનું પણ આયોજન કરાતા શિક્ષકોમાં નારાજગી વ્યાપી ગઈ છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા હવે પ્રાથમિક શાળામાં સામયિક કસોટીનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં આગામી20મી સપ્ટેમ્બરથી ધોરણ-3થી 8ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ આ પરીક્ષા ચાલશે.

આ માટે અભ્યાસક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. તેમાં ધોરણ-3 અને 4મા પર્યાવરણ અને ગુજરાતી, ધોરણ-5માં હિન્દી અને ગુજરાતી, ધોરણ-6થી 8મા ગુજરાતી, ગણિત અને હિન્દી વિષયની કસોટીનું આયોજન કરાયું છે. જેમાં ધોરણ-3થી 8ની ઘરે જ અને ધોરણ-6થી 8ની પરીક્ષા શાળામાં લેવાની સૂચના આપવામાં આવી છે. પેપર લખાઈ ગયા બાદ 1લી ઓક્ટોબર સુધીમાં શાળામાં ઉત્તરવહી જમા કરાવવી પડશે. શિક્ષકોએ આ બાબતે તમામ કાળજીઅો રાખવી પડશે અને છાત્રો પરીક્ષા આપે તે પણ જોવાનું રહેશે.

છાત્રો સુધી હાર્ડકોપી પહોંચાડવાની રહેશે
નવસારીમાં નગર પ્રાથમિક જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં પણ દર વખતની જેમ છાત્રોને હોમ લર્નિંગ સાથે ધોરણ-6થી 8ના ઓફલાઇન વર્ગો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. ધોરણ-6થી 8ના 2990 જેટલા છાત્રો આ પરીક્ષા આપશે. 19મી સપ્ટેમ્બર સુધીમાં ધોરણ-3થી 5ના છાત્રો સુધી કસોટીની હાર્ડકોપી અથવા સોફ્ટકોપી પહોંચાડવાની રહેશે. ધોરણ-6થી 8ના છાત્રો જ્યારે શાળામાંઆવશે ત્યારે તેમની પરીક્ષા લેવા માટે શિક્ષણ વિભાગ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...