બેદરકારી:વાંસદા એસટી સ્ટેન્ડમાં પડેલા ખાડાઓને પુરવાની તંત્રને ફુરસદ નહીં મળતાં લોકોમાં રોષ

ઉનાઇ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રોજબરોજ લાખોની આવક મેળવતું એસટી તંત્ર ખાડા પુરવામાં નિષ્ફળ નિવડ્યું

વાંસદા પંથકના એસ.ટી સ્ટેન્ડમાં ચોમાસાને કારણે મસમોટા ખાડા પડી જતા કોંક્રિટના સળિયા બહાર નીકળી આવતા બસ ચાલકો સહિત મુસાફરોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તંત્ર આ ખાડાઓને લઇ ગંભીરતા નહીં દાખવતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

વાંસદા તાલુકાનું એકમાત્ર બસ સ્ટેશન વાંસદા પંથકમાં આવેલું છે, જ્યાં તાલુકાના 95 ગામના લોકો દૂરની મુસાફરી માટે આજ બસ સ્ટેન્ડ પર આવતા હોય છે. અહીં નાસિક, શિરડી, અમદાવાદ જવાની મહત્ત્વની રોજની બસોની આવન જાવન રહે છે. એસ.ટી ડેપોમાં વરસાદને પગલે પાણીના ભરાય છે તેમજ બસ સ્ટેન્ડની અંદર પ્રવેશ ગેટ પર પડેલો ખાડો બસને અવર-જવરમાં પણ જોખમી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા લોકોમાં રોષ વ્યાપી ગયો છે. ડેપોમાં ઠેરઠેર પડેલા ખાડા પુરવામાં એસ.ટી તંત્રના સત્તાધિશો દ્વારા કોઈપણ પ્રકારની ગંભીરતા લેવાય નથી.

બસ સ્ટેન્ડના પ્રવેશ ગેટ પાસે ખાડાઓનું સામ્રાજ્ય અને ત્યા ગંદા પાણીના દ્રશ્ય જોવા મળે છે. અહીંથી પસાર થતી બસોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય છે. એસ.ટી.તંત્રના સતાધીશો આ બાબતે યોગ્ય કરી મરામત કરાવાની તસ્દી લેવામાં આવી નહીં હોવાથી યાત્રીઓ મુશ્કેલીઓ પડી રહી છે. આ બાબતે ઉચ્ચાધિકારીઓની આંખ ઉઘડે અને આ બાબતે ધ્યાન લે તો એસ.ટી. બસોના મુસાફરોને રાહત મળી શકે એમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વાંસદા એસટી સ્ટેન્ડમાં લોકોની મોટી સંખ્યામાં અવરજવર થતી હોય ખાડાના કારણે હાલાકી વેઠવી પડી રહી છે. એસટી સ્ટેન્ડના સંચાલકો દ્વારા આ બાબતે કોઇ કાર્યવાહી નહીં કરાતા એસટીને પણ લાંબે ગાળે નુકસાન થવાની શક્યતા છે. ત્યારે વાંસદા એસટી તંત્ર આ બાબતે આગામી દિવસોમાં કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...