સમસ્યા:ઘેલખડીમાં કચરાનો ટેમ્પો ન આવતા લોકોએ જાહેર માર્ગ પર કચરો ફેંક્યો

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઘેલખડીમાં કચરાનો ટેમ્પો ન આવતા લોકોએ જાહેર માર્ગ પર કચરો ફેંક્યો

નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં પોતાનો ક્રમ આગળ આવે તે માટે વિવિધ જાગૃતિનાં કાર્યક્રમો કરી રહી છે અને સફાઈ અભિયાન હાથ ધર્યું છે. વોર્ડ નંબર-8માં આવેલા ઘેલખડી વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી કચરો ઉપાડવા માટેનો ટેમ્પો ન આવતા લોકો કચરો જાહેરમાર્ગ ઉપર ફેંકવા મજબુર બન્યા હતા. જેના કારણે નવસારી વિજલપોર પાલિકા નાં સફાઈ અભિયાન ને બ્રેક લાગે તેમ હોય નવસારી વિજલપોર પાલિકા દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવા માટે સ્થાનિકોએ અપીલ કરી હતી.

નવસારી-વિજલપોર પાલિકાનાં વોર્ડ નંબર-8માં ઘેલખડી વિસ્તાર આવ્યો છે, જેમાં 1000થી વધુ ઘર આવેલા છે. જ્યાં નગરપાલિકા દ્વારા કચરાના નિકાલ માટે એક ટેમ્પો મોકલવામાં આવતો હતો અને કચરાનાં નિકાલ ત્યાંથી થતો હતો. ઘણાં સમયથી એકાંતરે ટેમ્પો કચરાના નિકાલ માટે આવતા હતા પરંતુ છેલ્લા 4 દિવસથી નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા કચરાના નિકાલ માટે ટેમ્પો ન આવતા સ્થાનિકો ઘરનો કચરો ક્યા નાંખવો તેની સમસ્યાથી પીડાય રહ્યા હતા.

અંતિમ ઉપાય તરીકે ઘેલખડી વિસ્તારનાં લોકો પોતાના ઘરનો કચરો વિજલપોર નગરપાલિકાનાં આગળ આવેલા જાહેર માર્ગ પર ફેંકવા મજબુર બન્યા છે. નવસારી-વિજલપોર નગરપાલિકાનું હદ વિસ્તરણ થતા કચરાના નિકાલની વ્યવસ્થા માથાના દુ:ખાવો બનશે તેની શરૂઆત થઈ હોય તેવું લાગી રહ્યું છે.

કચરો જાહેર માર્ગ પર નાંખવા મજબુર બન્યા છે
છેલ્લા 4 દિવસથી પાલિકાનાં કચરા ઉઘરાવવા ટેમ્પો ન આવતા લોકો તેમના ઘરનો કચરો ક્યાં નાખવો તે માટે મજબુર બન્યા છે. છેલ્લા ઉપાય તરીકે વિજલપોર–ઘેલખડી વિસ્તારમાં કચરો જાહેરમાં નાંખી રહ્યા છે. પાલિકાએ ઘેલખડી વિસ્તારની કચરા નિકાલની વ્યવસ્થાનું યોગ્ય નિરાકારણ કરવું જોઈએ. > સુનિલ નાયકા, સ્થાનિક રહીશ

અન્ય સમાચારો પણ છે...