જન્મદિન વિશેષ:પૃથ્વીરાજ કપૂરને અમલસાડમાં જોવા 60ના દાયકામાં લોકો બળદગાડા ભરીને જતા હતા

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ મહાન કલાકારનો પરિવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનુંં પ્રથમ પરિવાર ગણાય છે

3 નવેમ્બરના રોજ ભારતના હિન્દી નાટક, ફિલ્મોના પાયોનિયરમાંના એક ગણાતા પૃથ્વીરાજ કપૂરનો જન્મદિવસ છે. આમ તો પૃથ્વીરાજ કપૂરથી દેશમાં ફિલ્મ, નાટકનો જીવ અજાણ નથી પણ તેમનો નવસારી જિલ્લા સાથે પણ નાતો રહ્યો હતો.

મળતી માહિતી મુજબ સ્વ. પૃથ્વીરાજ કપૂર 1960ના અરસામાં જિલ્લાના અમલસાડમાં નાટક માટે આવતા હતા. આ કાર્યક્રમોના આયોજનમાં અમલસાડ કાયાતળાવના ધીરૂભાઈ સી. નાયક તથા અન્યો રહેતા હતા. ડી.સી. તરીકે ઓળખાતા ધીરૂભાઇ નાયક પોતે પણ નાટકના જીવ હતી. ધીરૂભાઈના દીકરા રાજેશ ડી. નાયક જણાવે છે કે ‘પૃથ્વીરાજ કપૂર આપણા વિસ્તારમાં એકથી વધુ વખત આવ્યા હતા.

તેમના કાર્યક્રમો અમલસાડ હાઈસ્કૂલ વિસ્તારમાં યોજાતા હતા. તેમના અમલસાડના કાર્યક્રમોની તસવીર હતી પણ પૂરમાં બધી તસવીરો જતી રહી હતી.’ અહીં ઉલ્લેખનીય છે કે 1960ના દાયકામાં ટીવી વગેરે ન હતા. તેને લઈને મોટા કલાકારને જોવો પણ એક લહાવો હતો. પૃથ્વીરાજ કપૂર સાથે મુકરી વગેેરે પણ આવતા હતા. તેમને જોવા માત્ર અમલસાડ યા ગણદેવી તાલુકાના જ નહીંં દક્ષિણ ગુજરાતમાંથી લોકો સાઇકલ, બળદગાડા ભરીને આવતા હતા. તે સમયે મહાન કલાકારને નજરે જોનારા કેટલાક લોકો હજુ હયાત છે અને તેઓ ઉક્ત ક્ષણને અવિસ્મરણીય જણાવે છે.

‘મોગલે આઝમ’થી વિશ્વ પ્રસિદ્ધ થયા
પૃથ્વીરાજ કપૂરને સૌથી વધુ પ્રસિદ્ધિ મોગલે આઝમથી મળી હતી. આ ફિલ્મમાં કપૂર, દિલીપકુમાર અને મધુબાલાના ડાયલોગ આજે નવી પેઢી પણ યાદ કરે છે. અહીં ઉલ્લેખનીય છે કે, કપૂરે આમ તો ફિલ્મોમાં પણ કામ કર્યુ હતું પરંતુ તેમની ખરી ઓળખ નાત્ય કલાકાર તરીકેની હતી. જેને કાયમી તાજી રાખવા તેમના પુત્ર શશી કપૂર અને તેમની પત્ની જેનીફરે મુંબઇમાં પૃથ્વી થીયેટરની સ્થાપના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...