જલાલપુર તાલુકાના બોદાલી ગામે છેલ્લા એક અઠવાડિયાથી વિડીયો વાયરલ થયો હતો જેમાં એક દીપડો દિવાલ ખેતરમાં જતો દેખાય છે ભય સાથે જીવતા બોદાલી ગામના લોકોએ વન વિભાગને જાણ કરતા ત્યાં પાંજરું મુકાયું હતું. આજે વહેલી સવારે માંરણ ની શોધમાં આવેલો દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અત્યાર સુધી પૂર્વ પટ્ટીના ગામડાઓમાં દીપડા દેખાવાની ઘટના વધુ જોવા મળી હતી પરંતુ હવે પશ્ચિમ વિભાગના ગામડાઓમાં પણ દીપડો દેખાવાની ઘટના વધી છે.
નવસારી જિલ્લામાં રાત્રિના સમયે દીપડા દેખાવા નું આમ વાત થઈ છે ત્યારે ફરીવાર પટ્ટી વાત હવે પશ્ચિમ વિભાગના ગામડાઓમાં પણ રાત્રિના સમયે દીપડો જોવા મળી રહ્યો છે.બોદાલી ગામનો રસ્તો ક્રોસ કરી દિપડો કંપાઉન્ડ વોલ પર ચડતો વિડિયો કોઈ ગ્રામજન ને બનાવતા તે વાયરલ થયો છે,દિપડો દીવાલ કૂદી અંધારામાં થયો પલાયન થતા જોઈ શકાય છે દિપડાનો વિડીયો વાયરલ થતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગને જાણ પણ કરવામાં આવી હતી જેને પગલે આજે સવારે દીપડો પાંજરાતા ગામ લોકોનું ટોળું તેને જોવા ઉમટી પડ્યું હતું.
ડાંગ જિલ્લામાંથી ધીરે ધીરે દીપડાની પ્રજાતિ નવસારી જિલ્લા તરફ સ્થળાંતરિત થઈ રહી છે નવસારી જિલ્લામાં શેરડીના ખેતરોમાં દીપડાને હુંફ મળે છે તો સાથે જ પૂર્ણા કાવેરી અને અંબિકા નદીમાંથી પીવાના પાણીની જરૂરિયાત સંતોષાય છે ત્યારે પરિવાર સહિત દીપડાઓ અહીં મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે. દિપડાઓ અત્યાર સુધી નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં જ મોટી સંખ્યામાં જોવા મળતા હતા પરંતુ હવે પશ્ચિમ વિભાગના ગામડાઓમાં પણ દીપડાની દહેશત વધી છે.
દીપડો રહેણાંકમાં માનવીએ ખલેલ પહોંચાડતા તે માનવવસ્તી તરફ ઝડપી રીતે આગળ વધી રહ્યો છે. જ્યાં સુધી દીપડો પાંજરે ન પુરાય ત્યાં સુધી ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનોનો શ્વાસ અધ્ધર રહેશે. દક્ષિણ ગુજરાતમાં જંગલો બોડા થતા દીપડાની પ્રજાતિ પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહી છે. સાથે તેમના ખોરાકનો પણ પ્રશ્ન વિકટ બનતા દીપડાઓ મોટાભાગે રહેણાંક મકાનમાં નાના બાળકો, મરઘી શ્વાન પર હુમલો કરતા સતત જોખમી સાબિત થઈ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.