તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • People In Chikhli Taluka Of Navsari District Were Relieved From The Heat Due To Heavy Rains In The Morning, But The Blizzard Increased

મોસમ બદલાયો:નવસારી જિલ્લાના ચીખલી તાલુકા સહિત શહેરમાં સવારે વરસાદી ઝાપટું આવતા લોકોને ગરમીથી મુક્તિ મળી, પણ બફારો વધ્યો

નવસારી10 દિવસ પહેલા
  • સૂર્યપ્રકાશની કાળઝાળ ગરમી શરૂ થતા બેવડા મોસમનો શહેરીજનોને અનુભવ થયો

દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ નથી. તે પહેલા એકલદોકલ વરસાદી ઝાપટુ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરે છે. પણ સામે અકળાવનાર બફારો પણ વધે છે. સવારે વરસાદી ઝાપટું આવ્યું તો ત્યારબાદ ફરિવાર સૂર્યપ્રકાશની કાળઝાળ ગરમી શરૂ થતા બેવડા મોસમનો અનુભવ શહેરીજનો કરી રહ્યાં છે.

વરસતા સવારે નોકરી ધંધા જતાં વર્ગને થોડીવાર માટે મુશ્કેલી પડી

ચીખલી સહિત નવસારી શહેરના આજુબાજુના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી જ નવસારીના જુદા જુદા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસતા સવારે નોકરી ધંધા જતાં વર્ગને થોડીવાર માટે મુશ્કેલી પડી હતી.

હજુ પણ વાવણીલાયક વરસાદની ખેડૂતો જોઈ રાહ જોઈ રહ્યાં છે

ડાંગર સહિત અન્ય પાકોની વાવણી માટે જરૂરી વરસાદ હજુ વરસ્યો નથી. જેને લઇને જગતનો તાત નિયમિત અને પ્રમાણસર વરસાદ શરૂ થાય તેની રાહ જોઈ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી ચોમાસાની સિઝનમાં ઋતુચક્ર ખોરવાય છે. અને ખેતીલાયક પ્રમાણસર વરસાદ વરસતો નથી. જેને લઇને ખેડૂતોને નહેર આધારિત ખેતી પર નભવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...