પ્રવાસીઓનો ધસારો:સાપુતારામાં દિવાળી તહેવારને લઈ માનવ ઉમટી પડ્યું, પ્રવાસીઓએ બોંટિંગની મોજ માણી

નવસારીએક મહિનો પહેલા
  • દક્ષિણ ગુજરાતમાં પ્રવાસનના મુખ્ય વિકલ્પ તરીકે છેલ્લાં અનેક વર્ષોથી સાપુતારા આકર્ષણનું કેન્દ્ર
  • રજાઓમાં મોજ માણવા માટે સાપુતારામાં સહેલાણીઓ ઉમટ્યાં

કોરોનાને કારણે સમગ્ર વિશ્વ જાણે ઘરમાં કેદ થયું હતું. જોકે, હાલ કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે તહેવારોમાં વધુ છૂટછાટ આપી છે. ત્યારે લાંબા સમય બાદ દિવાળી છૂટછાટ અને વિધ્ન વગર ઉજવવામાં આવી છે. દિવાળીના આ તહેવાર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પ્રવાસનના મુખ્ય વિકલ્પ તરીકે છેલ્લાં અનેક વર્ષોથી સાપુતારા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે શનિ-રવિની રજાઓમાં મોજ માણવા માટે સાપુતારા સહેલાણીઓથી ઉભરાઈ રહ્યું છે.

યુવતીઓથી લઈને મોટેરા અને બાળકો તમામ બોટિંગની મજા માણી રહ્યા છે. તમામ નિયમો કાયદા અને બંદિશ સાંકડો તોડી સહેલાણીઓ ખુલ્લા મને સાપુતારામાં મહાલી રહ્યા છે. જોકે, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ તહેવારની મોજમાં ભુલાયા છે લાંબા સમય બાદ સાપુતારા અને ડાંગના વેપારીઓને પણ સારા વેપારની આશા બંધાઈ છે અને આ વખતે વેપારીઓને સારો આર્થિક ફાયદો થશે તે નક્કી છે.

વહીવટી તંત્રએ પણ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચાક ચોબંધ સુરક્ષા તહેનાત છે. પોલીસ અધિકારીઓથી લઈને હોમગાર્ડ જવાનો સહિત તમામ સુરક્ષામાં ગોઠવવામાં આવ્યા છે. કોરોના કેસમાં ઘટાડો નોંધાતા પ્રવાસન ધામ તરફ મોટી સંખ્યામાં સહેલાણીઓનો ધસારો વધ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સાપુતારા સૌથી મોટું અને મુખ્ય પ્રવાસન ધામ વિકસ્યું છે. વહીવટીતંત્ર અંદાજ મુજબ દિવાળીના તહેવાર દરમિયાન લાખો પ્રવાસીઓ સાપુતારાની મુલાકાત લેશે.

ધુલિયા મહારાષ્ટ્રથી આવેલી મધુરા માલપાણીએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં અમે કંટાળ્યા હતા. ઘરમાં રહેવું ફરજિયાત હતું. ત્યારે બે વર્ષ બાદ અમે છૂટ સાથે સાપુતારામાં ફરી રહ્યા છીએ જેથી અમને ખૂબ આનંદ છે પરિવારના સભ્યો સાથે મળી બોટિંગ કરતા મજા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...