સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો:નાની ચોવીસીથી બારડોલી રોડ ઉપર મૃત પશુઓનો નિકાલ કરતા દુર્ગંધથી લોકો ત્રસ્ત

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારીમાં વડા પ્રધાનના સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો

નવસારીના નાની ચોવીસી અને બારડોલી જતા માર્ગ પર કેટલાક લોકો મૃત પશુઓ અને કચરો જાહેરમાં ફેંકી જતા હોય દુર્ગંધથી આ વિસ્તારમાં લોકોના આરોગ્ય પર જોખમ થતું હોય આ બાબતે નગરપાલિકામાં રજૂઆત પણ કરી હતી. કોઈ પગલાં નહીં લેવાતા સ્થાનિકોમાં આક્રોશ છે.નવસારીના નાની ચોવીસીથી બારડોલી રોડને જોડતા મુખ્ય માર્ગ પર અજાણ્યા લોકો દ્વારા જાહેરમાં કચરો નાંખી જાય છે.

ઉપરાંત કેટલાક લોકો મૃત પશુનો નિકાલ પણ જાહેરમાં કરી રહ્યાં છે. આ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજય ફેલાયું છે. સવારે અને સાંજે આ વિસ્તારમાં દુર્ગંધને કારણે સ્થાનિકોએ પોતાના ઘરના દરવાજા બંધ કરી દેવા પડે છે. આ બાબતે નગરપાલિકામાં સ્થાનિકોએ જાણ કરવા છતાં થઈ જશે તેમ કહેતા એક માસથી સફાઈ કરવા આવતા નથી, જેના કારણે સ્થાનિકો આ બાબતે નગરપાલિકાના શાસકો પ્રત્યે આક્રોશની લાગણી ફેલાઈ છે.

પાલિકાના સફાઇ અભિયાનનો અંત
નાની ચોવીસીથી બારડોલી રોડને જોડતા મુખ્ય માર્ગ પર કચરાનું સામ્રાજ્ય અને મૃત પશુમાંથી આવતી તીવ્ર દુર્ગંધ ફેલાય છે પરંતુ ચૂંટાયેલા કોઈ સભ્યને આમાં કોઈ રસ નથી. ચૂંટાયેલા શાસકો નગરપાલિકાના મુખ્ય કહીં શકાય તેવા હોદ્દા પર હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરતા આગામી સમયમાં સ્થાનિકો કોઈ નવાજૂની કરે તો નવાઈ નહીં. વડાપ્રધાન સ્વચ્છતા અભિયાન ચલાવે અને પાલિકાના શાસકો જ એનું પાલન કરતા નથી. -ઉમેશ પટેલ, સામાજીક અગ્રણી, સ્થાનિક

અન્ય સમાચારો પણ છે...