તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:મરોલી પંથકમાં રખડતાં ઢોરથી લોકો ત્રસ્ત

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ ભટ્ટની મંત્રી ગણપત વસાવાને રજૂઆત

મરોલી પંથકમાં હજારો માલિક વિનાના રખડતા ઢોરથી સમસ્યા ઉભી થઇ છે ત્યારે તેમના માટે ગૌ અભ્યારણ (સંરક્ષણ કેન્દ્ર) બનાવવા સરકારમાં રજૂઆત કરાઈ છે.મરોલી પંથકમાં ઘણા વર્ષોથી 1 હજારથી વધુ ઢોર રખડી રહ્યાં છે. આ ઢોર દાંતીથી માછીવાડ અને ઉભરાટથી પરૂજણ ગામ સુધી વધુ રખડતા જોવા મળે છે. જેમના કારણે મસમોટા બાવળમાંથી અચાનક રોડ પર નીકળી આવતા અનેક અકસ્માત થઈ રહ્યાં છે. ખેતરોમાં કેટલીક વખત નુકસાન પણ કરે છે. આ સમસ્યાનો કોઈ જ હલ વર્ષોથી આવ્યો નથી.

મરોલી મંડળીના કાર્યક્રમમાં આવેલા રાજ્ય સરકારના વન મંત્રી ગણપતસિંહ વસાવા સમક્ષ નવસારી જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ ધનંજય ભટ્ટે ઉઠાવ્યો હતો. તેમણે મંત્રીને જણાવ્યું કે, આ ગૌ પરિવારના ઢોરના કોઈ મલિક નથી અને લોકો માટે મુશ્કેલી ઉભી કરે છે. જો સરકારી ખુલ્લી પડતર જમીન ઉપર તેમના સંરક્ષણ માટે ગૌ અભ્યારણ (સંરક્ષણ કેન્દ્ર) બનાવાય તો લોકોની સમસ્યા તો દૂર થાય, ગાય માતાના રક્ષણ સાથે તેનાથી અનેક ગૌ પ્રોડક્ટ પણ મળી શકે એમ છે. આ રજૂઆત મુદ્દે મંત્રીએ સાનુકૂળ પ્રતિભાવ આપ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે ગૌ પરિવારના રક્ષણ માટે સરકારનો ગૌ સેવા આયોગ છે, તેમાંથી પણ આ માટે ફંડ વગેરે મળી શકે છે.

રખડતા ભૂંડની પણ વિકટ સમસ્યા
અહીં ઉલ્લેખનીય છે કે મરોલી વિસ્તારમાં રખડતા માલિક વિનાના ઢોર ઉપરાંત મોટી સંખ્યામાં ભૂંડ પણ ફરી રહ્યાં છે. આ ભૂંડ ડાંગર સહિતના પાકને નુકસાની પણ કરી રહ્યાં છે. જેની રજૂઆત પણ મંત્રીને કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...