ફરિયાદ:ચીખલીમાં રખડતા ઢોર-ડુક્કરોથી લોકો ત્રસ્ત, પાંજરે પૂરવા માગ ઉઠી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાનકૂવા પંચાયતમાં સરપંચ-તલાટીને બીટીપીની લેખિત ફરિયાદ

ચીખલી તાલુકાના રાનકૂવા ગામમાં મુખ્ય રસ્તાઓ પર અડીંગો જમાવી બેઠેલા ઢોરો તથા ડુક્કરોની યોગ્ય વ્યવસ્થા કરી પાંજરાપોળમાં અથવા સ્થળાંતર કરવા બાબતે ગ્રામ પંચાયતમાં આવેદનપત્ર આપ્યું હતું. બીટીપીના ચીખલી તાલુકાના અધ્યક્ષ નીરવ પટેલ સહિત યુવા કાર્યકરોએ સરપંચ અને તલાટીને આવેદન આપી રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું કે રાનકૂવા ગામે છેલ્લા 15 દિવસથી રખડતા ઢોરો ગામનાં મુખ્ય રસ્તા પર અડિંગો જમાવીને બેઠેલા જોવા મળે છે. રસ્તાઓ પર અવરોધ ઉભો થાય છે અને તેના લીધે અકસ્માતો પણ થતા રહે છે.

અગાઉ કદી જોવા નહીં મળેલા આવા રખડતા ઢોરોને તાત્કાલિક પકડીને ડબ્બે પૂરવામાં આવે અને તેમને પાંજરાપોળ અથવા અન્ય યોગ્ય જગ્યાએ એની વ્યવસ્થા કરવી જોઈએ. ઘણાં સમયથી ડુક્કરનો ત્રાસ ગામમાં પડી રહ્યો છે. તેનો પણ પકડવાની યોગ્ય કાર્યવાહી કરવી. રખડતા ઢોરોને પકડવાની તજવીજ હાથ ધ૨વામાં નહીં આવે અને અકસ્માત સર્જાશે અને જાનહાનિ કે ઈજા થશે તો તેની સંપૂર્ણ જવાબદારી ગ્રામ પંચાયત રાનકૂવાની રહેશે. આ બાબતને લઈને બીટીપી ધરણા કે આંદોલન કરતા ખચકાઈશું નહીં તેવી ચીમકી ઉચ્ચારી હતી.

સમસ્યા હલ કરવા ખાતરી આપી
રખડતાં, હડકાયેલાં કૂતરાંઓ અવરજવર કરતાં લોકો-વાહનોને અડફેટે લઇ રહ્યાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. ગુરૂવારે ફરિયાદ કરતા ગ્રામ પંચાયતમાંથી ખાતરી આપવામાં આવી હતી કે આ બાબતે યોગ્ય તજવીજ હાથ ધરવામાં આવી જ છે, વાઇલ્ડ લાઇફ રેસક્યૂ સંસ્થાઓ સાથે સંપર્ક અને વાતચીત ચાલુ છે તેમ જણાવ્યું છે. > નિરવ પટેલ, અધ્યક્ષ, ચીખલી બીટીપી

અન્ય સમાચારો પણ છે...