આગ:સાંઢકુવાના અશોકા ટાવર પાસે વાનમાં શોર્ટસર્કિટથી આગ લાગતા રાહદારીઓમાં નાસભાગ મચી

નવસારી8 મહિનો પહેલા
  • બાજુમાં જ ફાયર સ્ટેશન હોવાથી તાત્કાલિક ફાયર જવાનોએ આગ બુઝાવી

નવસારીના સ્થાનિક વિસ્તારમાં આવેલી અશોકા ટાવર પાસેથી પસાર થતી વાનમાં એકાએક શોર્ટસર્કિટથી આગ લાગી હતી. જેમાં ત્યાંથી પસાર થતા રાહદારીઓમાં નાસભાગ મચી હતી. જેથી તે વિસ્તારમાં સદભાગ્યથી બાજુમાં જ ફાયર સ્ટેશન હોવાથી તાત્કાલિક ફાયર જવાનોએ પહોંચીને આગ બુઝાવી હતી.સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથીટુ વ્હીલરનો મેકેનિકલ સામાન લઈને સાંત્વનામાંથી પસાર થતા મુકેશ ઓસવાલની કારમાં એકાએક આગ લાગી હતી. જેમાં સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી. પણ વાનના એન્જિનને મોટું નુકસાન થવા પામ્યું હતું.

સી.એન.જી વાન હોવાથી કારમાં આગ વહેલી કાબુમાં આવતા સદનસીબે મોટી ઘટના બનતા ટળી હતી. ફાયર ઓફિસર કિશોર માંગીલાલના જણાવ્યા મુજબ 09:44 કોલ આવતા તાત્કાલિક બે ગાડીઓ સાઢકુવા વિસ્તારમાં દોડી હતી. અને ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...