નવસારી શહેરના જમાલપુર વિસ્તારમાં રખડતા ઢોરોએ મુખ્ય માર્ગને બાનમાં લઈને સહદારીઓમાં ભય ફેલાવ્યો હતો. રસ્તા વચ્ચે બાખડતા ઢોરોને કારણે ફેન્સીંગ પણ તૂટી જવા પામી હતી.મુખ્ય રસ્તા પર આખલાની લડાઈ થતા ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે.રસ્તાની બાજુમાં ખુલ્લા પ્લોટની ફેન્સીંગ પણ તૂટી જવા પામી હતી.રખડતા ઢોર બાબતે ભૂતકાળમાં પણ અનેક અકસ્માતો થયા છે છતાંય આ સમસ્યા હલ થવાનું નામ લેતી નથી.
રખડતા ઢોરોએ નવસારી શહેરના લોકોના નાકમાં દમ કરી નાખ્યો છે. રખડતા ઢોરોએ અનેક લોકોને ઈજાગ્રસ્ત કરતાં પાલિકા પર પીડિત પરિવારના સભ્યએ પોલીસ ફરિયાદ નોંધાવી હોવાના ભૂતકાળમાં પણ દાખલા બન્યા છે.ભૂતકાળમાં નવસારીની લુંસિકુઈ ચોપાટી પાસે પરિવાર સાથે ભોજન કરી રહેલા લોકો પર બે લડતા આખલા આવી ચઢતાં લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારે સ્થાનિકોના પ્રયાસ બાદ બે આખલા છૂટા પડ્યા હતા અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.આજે ફરીવાર ટ્રાફિકથી ધમધમતો જમાંલપોર વિસ્તારમાં બે આખલાઓ રસ્તા વચ્ચે બાખડતા રાહદારીઓને શ્વાસ અધ્ધર થયા છે.
પાલિકા સમયાંતરે ઢોર પકડવાની કામગીરી કરે છે, છતાંય આખલા અને રખડતી ગાયો ક્યારેક રાહદારીઓ માટે ખતરારૂપ બને છે. જેના કારણે ભૂતકાળમાં એક યુવાનને ગંભીર ઇજા થવાની સાથે એક આશાસ્પદ યુવાનનું બાઇક અથડાવાને કારણે ઘટનાસ્થળે જ મોત થયું હોવાની પણ ઘટનાઓ બની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.