તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ કાયદાનો વિરોધ:ચક્કાજામને સમર્થન આપતા કિસાન નેતા નજરકેદ કરાયા

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર દેશમાં ચક્કાજામનો કાર્યક્રમ હતો

સમગ્ર દેશમાં કિસાન મોરચા દ્વારા શનિવારે હાઈવે પર ચક્કાજામના કાર્યક્રમનાં પગલે પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે નવસારી કોંગ્રેસ કિસાન મોરચાનાં પ્રમુખ હિમાંસુ વશીને પણ ઘરે નજર કેદ કરવામાં આવ્યા હતા. મોડી સાંજે તેમના ઘરેથી પોલીસ બંદોબસ્ત હટ્યો હોવાની માહિતી મળી છે.

કૃષિ કાયદાનો વિરોધ કરતા શનિવારે સમગ્ર દેશમાં હાઈવે ઉપર ચક્કાજામનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેને લઈને નવસારી પોલીસ પણ હરકતમાં આવી હતી અને નવસારી જિલ્લા કિસાન કોંગ્રેસનાં ચેરમેન હિમાંસુ વશીને તેમના ઘરે સવારથી જ પોલીસ બંદોબસ્ત મૂકી નજરકેદ કરવામાં આવ્યા હતા અને સાંજે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેમના ઘરેથી પોલીસનો બંદોબસ્ત હટ્યો હોવાની માહિતી મળી છે.

નવસારી જિલ્લામાંથી માત્ર એક જ કિસાન મોરચાના પ્રમુખને નજરકેદ રાખવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. જ્યારે અન્ય સામે કાર્યવાહી થઇ હોવાના અહેવાલ મળ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો