મોરનું મોત:નવસારીમાં DGVCLની ડીપીના કંપાઉન્ડમાં રાષ્ટ્રીય પક્ષી મોર મૃત હાલતમાં મળ્યો

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કરંટ લાગવાને કારણે મોર મોતને ભેટ્યો હોવાનું પ્રાથમિક તારણ

નવસારી શહેરના તીઘરા ઇટાળવા રોડ પર અનેક વખત મોર દેખા દેવાના બનાવો સામે આવ્યા છે. આ વિસ્તાર જાણે મૌર માટે સુરક્ષિત આશ્રય સ્થાન બન્યું હોય તેમ લોકો પણ તેને આરોગવાની વ્યવસ્થા કરે છે, પરંતુ આજે રાધા માધવ સોસાયટી પાસે આવેલી DGVCLના ટ્રાન્સફોર્મર પાસે મૃત હાલતમાં મોર મળી આવતા પશુ પ્રેમીઓમાં સહિત સ્થાનિકોમાં દુઃખની લાગણી જોવા મળી છે.

DGVCLને જાણ કરવામાં આવી
શહેરના વોર્ડ 13માં રાધા માધવ સોસાયટીની બહાર આવેલી વીજ કંપનીની ટ્રાન્સફોર્મર પાસે મોર મૃત મળી આવ્યો હતો જેને જોતા જ સ્થાનિકોએ નવસારી વન વિભાગને કરી જાણ હતી. ઝડપી થઈ રહેલા શહેરીકરણને કારણે પશુ પક્ષીઓનો રહેઠાણનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે તેવામાં રાષ્ટ્રીય પક્ષી મોરનું મહત્વ સૌથી વધુ છે ત્યારે DGVCL ના ટ્રાન્સફોર્મરમાં સંભવિત રીતે કરંટ લાગવાથી મોત થયા ની જાણ થતા DGVCL પણ આ મામલે જાણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...