રાહત:નવસારીમાં ધો.10ની પૂરક પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સંસ્કૃત-વિજ્ઞાન, હિન્દીમાં 334 છાત્ર ગેરહાજર

નવસારીમાં ધો. 10માં એક વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તે માટે પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો. 12ની પૂરક પરીક્ષા ગુરૂવારે પૂર્ણ થઈ હતી. શુક્રવારે ધો. 10માં વિજ્ઞાન, હિન્દી અને સંસ્કૃત વિષયની પરીક્ષા યોજાઈ હતી.

નવસારીમાં ધો. 12 વિજ્ઞાન પ્રવાહ અને ધો. 10માં એક વિષયમાં નાપાસ જાહેર થયેલા વિદ્યાર્થીઓ માટે બોર્ડ દ્વારા પુરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુરૂવારે ધો. 12ની પરીક્ષા પૂર્ણ થઈ હતી. જ્યારે શુક્રવારે ધો. 10નાં વિદ્યાર્થીઓની વિજ્ઞાન, હિન્દી અને સંસ્કૃત વિષયની પરીક્ષા યોજાઈ હતી. જેમાં વિજ્ઞાન વિષયમાં કુલ 1931 વિદ્યાર્થી પૈકી 1603 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી અને 328 ગેરહાજર રહ્યા હતા. એજ રીતે હિન્દીના પ્રશ્નપત્રમાં એક જ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જ્યારે સંસ્કૃતમાં કુલ 33 વિદ્યાર્થી પૈકી 27 વિદ્યાર્થી હાજર રહ્યા હતા, જ્યારે 6 વિદ્યાર્થી ગેરહાજર નોંધાયા હતા. આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...