રજૂઆત:મરોલી સુગરના કામદારોને પહેલા નાણાં ચૂકવો

નવસારી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોઈલર પ્રજવલન વિધિ વચ્ચે બાકી નાણાંનો મુદ્દો બહાર આવ્યો
  • કામદાર મંડળે કલેકટર મારફત સરકારમાં લેખિત રજૂઆત કરી

મરોલી સુગર ફેકટરીમાં બોઈલર પ્રજવલન થવાની સાથે કામદારોએ જૂના લાખોના બાકી નાણાંની માંગ પણ કરવામાં આવી છે. એક સમયે મરોલી અને જલાલપોર તાલુકામાં મરોલી સુગર ફેકટરી નું મોટું નામ હતું અને ખેડૂતો માટે આશીર્વાદરૂપ પણ હતી. જોકે કેટલાક વર્ષથી ફેકટરી ખોટકાઈ છે અને બંધ થઈ હતી. અહી કામ કરતા કામદારોના બાકી નાણાંની ચૂકવણી પણ થઈ શકી નથી અને અન્યના પણ બાકી નાણાં છે. આ સ્થિતિ વચ્ચે હાલમાં પુનઃ ફેકટરી શરૂ કરવાની ગતિવિધિ સંચાલક મંડળે હાથ ધરી છે અને પિલાણ કરવા બોઈલર પ્રજ્વલન વિધિ પણ હાલમાં કરાઈ હતી.

આ દરમિયાન સોમવારે કામદારોના મંડળે ફેકટરી પાસે બાકી નાણાં ચૂકવવા માગ કરી છે અને આ મુદ્દો કલેકટર સમક્ષ લઈ ગયા છે. સોમવારે ચલથાણ કામદાર મંડળના નેજા હેઠળ કામદાર અગ્રણી વિરેન્દ્ર દેસાઈ, મહેશ પટેલ વગેરે જિલ્લા કલેકટર કચેરીમાં લેખિત રજૂઆત કરી છે. આ રજૂઆતમાં ફેકટરી ચાલુ થાય તે પહેલા કામદાર, કર્મચારીઓના કાયદેસર નીકળતા નાણાં તુરંત ચૂકવી અપાઈ તેવી કાર્યવાહી કરવા સરકારને રજૂઆત કરવામાં આવી છે.

સરકારને કરેલ આ લેખિત રજૂઆત

  • કામદારોના પીએફની લાખો રૂપિયાની કપાત તો ફેકટરી મેનેજમેન્ટ કરી પણ પી ઇફની કચેરીએ જમાં કરાવ્યા નહીં.
  • કામદારોની સહકારી મંડળી માં પગારમાંથી કામદારોની કપાત કરાઈ જે આશરે 9.46 લાખ રૂપિયા છે તે અપાઈ નથી.
  • વર્ષોની ગેજ્યુઇતી તથા રજાનો નીકળતો પગાર ચૂકવવામાં આવ્યો નથી.
  • બોનસ પેટની રકમ 2013 -14 બાદ ચૂકવવામાં આવી નથી

પીએફ વગેરેના બાકી નાણાં ચૂકવાશે
ફેક્ટરી ચાલુ થવાની હોય ત્યારે જ કેટલાકને ખૂંચે છે. પીએફની રકમ બાકી છે એ વાત સાચી છે અને તે રકમ હપ્તામાં 21 લાખ રૂપિયા તો અમે પીએફ કચેરીમાં ભરી દીધા છે. કર્મચારીઓના બાકી નાણાં ચૂકવવા એ અમારી પ્રાથમિકતા છે. - પ્રવિણસિંહ પરમાર, ચેરમેન, મરોલી સુગર

અન્ય સમાચારો પણ છે...