તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મજબૂરી:વાંસદાના માનકુનિયામાં શરૂ કરાયેલા આઈસોલેશન સેન્ટરને તાળા મારી દેવાતા દર્દીઓ હોમ આઈસોલેશનમાં રહેવા મજબૂર

નવસારી2 મહિનો પહેલા
  • આઈસોલેશન સેન્ટરનું ઉદઘાટન કરી બંધ કરી દેવાતા સવાલો ઉઠ્યા

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલા બોર્ડર વિલેજ ગણાતા માનકુનિયા ગામે આરોગ્યલક્ષી સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. બોર્ડર વિલેજના ગામો આંબાપાણી, વાગળ,માનકુનિયા,ચોરવણી,રાયબોર નીરપણ પૈકી માનકુનિયા ગામે તંત્ર દ્વારા પ્રાથમિક શાળામાં બનાવવામાં આવેલું આઈસોલેશન સેન્ટર હાલમાં બંધ હાલતમાં છે,ત્યારે ગ્રામવાસીઓના કહેવા મુજબ તેમને મરવા માટે છોડી દીધા છે,અને કોઈ ભાળ લેવા તૈયાર નથી.ગામના યુવા આગેવાનોના કહેવા મુજબ વાંસદા તાલુકાથી 22 કિલોમીટર આવેલા બોર્ડરના ગામોમાં ઓક્સિજન ની જરૂરીયાત ધરાવતા ઇમરજન્સી હાલતના દર્દીને સારવાર આપવી આપવી અશક્ય છે.

શહેરની સામે ગ્રામ્ય વિસ્તારોમાં સુવિદ્યા નામે મીંડુ શહેરમાં જે રીતે કોવિડ કેર સેન્ટર શરૂ થયા છે અને તે માંજે પ્રકારની સુવિધાઓ છે તેની સામે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યલક્ષી સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે જેને લઇને ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ તંત્રએ માત્ર ખાનાપૂર્તિ કરીને બતાવવા માટે કોવિડ કેર સેન્ટર શરૂ કર્યા હોય તે પ્રમાણેની ફરિયાદ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...