તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:નવસારીમાં સતત બીજા દિવસે કોરોનાથી દર્દીનું મૃત્યુ

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા 2 કેસ સામે 4 રિકવર, એક્ટિવ 22

નવસારીમાં સતત બીજા દિવસે કોરોનાના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થતા કુલ મૃતાંક 191 થયો હતો. જ્યારે સોમવારે વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા હતા. 4 દર્દી સારા થતા તેમને રજા આપવામાં આવી હતી. જ્યારે 917 સેમ્પલ લેવામાં આવ્યાં હતા.

સોમવારે નવા 2 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ બે કેસમાંથી નવસારી અને વાંસદામાં 1-1 નોંધાયો હતો. નવા બે કેસ નોંધાવા સાથે કુલ આંક 7142 થયો છે. કોરોનાની સારવાર લેતા 4 દર્દી સારા થતા તેમને રજા આપવામાં આવી હતી. રિકવર દર્દીનો કુલ આંક 6929 થયો હતો. સતત બીજા દિવસે કોરોનાના દર્દીનું મૃત્યુ થયું હતું, ચીખલીના યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થતા મૃતાંકનો કુલ આંક 191 થયો હતો.

આરોગ્ય વિભાગ દ્વારા સોમવારે વધુ 917 સેમ્પલ લેવાતા સેમ્પલની કુલ સંખ્યા 293991 થઈ હતી, જેમાંથી હમણા સુધીમાં 285932 સેમ્પલ નેગેટિવ આવ્યાં હતા. હાલમાં એક્ટિવ કેસ 22 છે. નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણ ઘટાડવાના પ્રયાસો કરાઇ રહ્યા છે, પરંતુ વેક્સિનેશનના અભાવે ફરીથી કેસ સામે આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...