તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારીનો આક્ષેપ:નવસારી સિવિલમાં વેન્ટિલેટર બગડી જતાં દર્દીનું મોત થયાનો આક્ષેપ, પરિવારજનોએ મચાવ્યો હોબાળો

નવસારી4 મહિનો પહેલા
  • પરિવારજનોના હોબાળાના પગલે દોડી આવેલી પોલીસે મામલો શાંત પાડ્યો

નવસારી સિવિલ હોસ્પિટલ માં 22 દિવસથી દાખલ દર્દી રમેશભાઇ પરમાર કોરોના ની સારવાર કરાવી રહ્યા હતા ત્યારે ગત રાત્રિએ વેન્ટિલેટર બગડી જતા મોત નિપજવાનાં આક્ષેપો સાથે પરિવાર આક્રોશ ઠાલવ્યો હતો, સિવિલ હોસ્પિટલને વેન્ટિલેટર બગડવા બાબતે સતત રજૂઆત કરતા હોવા છતાં પણ ન સાંભળતા દર્દીનું અવસાન થયું હતું તેવા આક્ષેપો પરિવાર દ્વારા થયા હતા જેને લઇને હોબાળો પણ થતાં તંત્રે પોલીસ બોલાવવી પડી હતી પોલીસે મધ્યસ્થી કરીને મામલો થાળે પાડયો હતો અને પરિવારજનોને સમજાવ્યા હતા. તો ઈન્ચાર્જ સિવિલ સર્જને કહ્યું હતું કે, વેન્ટિલેટર બગડી જતા બદલવામા આવી રહ્યું હતું. પરંતુ, આ સમયે જ દર્દીનું મૃત્યુ નિપજ્યું હતું.

61 વર્ષીય રમેશભાઈ ડાયાભાઈ પરમાર કે જેઓ રિટાયર LIC ના ડેવલપમેન્ટ ઓફિસર સુરત ખાતે નોકરી કરતા હતા. જેમનું કોરોનાની સારવાર દરમ્યાન અવસાન થયું હતું.વેન્ટિલેટર બંધ થતાં સમગ્ર સિવિલ સ્ટાફ કામે લાગ્યો હતો . તેમ છતાં ટેક્નિકલ કારણો સર વેન્ટિલેટર બંધ થતાં દર્દીને બચાવવાના પ્રયાસો બન્યા નિષ્ફળ રહ્યા હતા.

આ સમગ્ર મામલે સિવિલ તંત્રના ઇન્ચાર્જ સિવિલ સર્જને જણાવ્યું હતું કે સિવિલમાં 50 જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે અને તેઓ તમામ કોરોના પેશન્ટ સહિત અન્ય દર્દીઓ ના ઉપયોગમાં આવી રહ્યા છે પણ ક્યારેક ટેકનિકલ કારણોસર વેન્ટિલેટર બગડી જતાં હોય છે ત્યારે સ્પેરમાં રાખેલા વેન્ટિલેટર ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ગત રાત્રે પણ ખામી સર્જાતા તુરંત ખામીયુક્ત વેન્ટીલેટર કાઢી ને નવું મુકવાની જે ગણતરીની મિનિટો ની પ્રોસેસ હોય છે તે દરમિયાન દર્દી નું અવસાન થયું હતું.

સ્ટાફની બેદરકારીએ મારા જીજાજીનો જીવ લીધો
મારા જીજાજીને સારવાર માટે 22 દિવસથી સારવાર માટે સિવિલમાં દાખલ કર્યા હતા. 24મીએ સાંજે વેન્ટિલેટરમાં ઓક્સિજન અપૂરતો આવતો હોય તે બાબતે સ્ટાફને 6 વાર રજૂઆત કરી હતી પરંતુ તેઓએ અમને અમારા કામની ખબર છે તેમ કહી મોબાઈલમાં વ્યસ્ત હતા. વેન્ટીલેટર બંધ થતા મારા જીજાજીનું મૃત્યુ થયું હતું. હોસ્પિટલના સ્ટાફની બેદરકારી છે. > નગીનભાઈ દુલ્લભભાઈ રાઠોડ, મૃતકના સ્વજન

દર્દીના મૃત્યુ બાબતે તપાસ કરાવીશ
દર્દી રમેશભાઈને ફેફસાની બીમારી હતી. 22 દિવસથી વેન્ટિલેટર પર જ સારવાર લેતા હતા. તેમની તબિયતમાં સુધારો થતો ન હતો. વેન્ટિલેટર બંધ થયું ત્યારે સ્ટાફે બીજુ વેન્ટિલેટર તુરંત જ લાવીને દર્દીની સારવાર માટે જોડી દીધું હતું પરંતુ દર્દીનું મૃત્યુ થયું તે બાબતે તપાસ કરાશે. > ડો. કિરણ શાહ, સિવિલ સર્જન, નવસારી

અન્ય સમાચારો પણ છે...