નવસારીના કસ્બા ધોલાપીપલા ધોરી માર્ગ પર પડઘા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત થયો હતો. પુર ઝડપે આવી રહેલું કન્ટેનર અને ઈકો કાર વચ્ચે અકસ્માત થયો હતો. કન્ટેનર ઈકો કાર પર પડતા ઈકો કારનો ભુક્કો બોલી ગયો હતો. આ અકસ્માતમાં ઈકો કારમાં સવાર 5 લોકોના ઘટના સ્થળે જ દબાઈ જવાથી કરૂણ મોત થયા છે. ચીખલીનો પટેલ પરિવાર દીકરીના લગ્નની ખરીદી માટે સુરત ગયો હતો. જે બાદ પરત આવી રહ્યા હતા. ત્યારે અકસ્માત થયો હતો. જેમાં જે કન્યાના લગ્ન હતા તેના માતા-પિતા, ભાઈ, માસી અને માસીના દીકરાનું મોત થયું હતું.
લગ્ન યોજાય તે પહેલા પરિવાર અકસ્માતનો ભોગ બન્યો
ઈકો કારમાં સવાર લોકોના પરિવારમાં લગ્ન હતા. જેથી લગ્નની ખરીદી કરી પરત આવી રહ્યા હતા. ત્યારે અકસ્માત નડ્યો હતો. જેને લઈ ચીખલી તાલુકાના સમરોલી ગામના પટેલ પરિવારમાં માતમ છવાયો છે. 25મી તારીખે પરિવારમાં લગ્ન યોજાવાના હતા એ પહેલા આ દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા. જોકે, એક વ્યક્તિનો ચમત્કારીક બચાવ થયો હતો.
નવસારીની ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી રોડ બંધ કરાવી મૃતકોના મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. ક્રેનની મદદથી કન્ટેનરને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે ગેસ કટરથી કાપીને મૃતદેહ બહાર કાઢ્યા હતા.
પ્રફુલભાઈની દીકરી યામિનીના 25 તારીખે લગ્ન હતા
ચીખલીનો પટેલ પરિવાર દીકરીના લગ્નની ખરીદી માટે સુરત ગયો હતો. જ્યાં સુરત ચોંટા બજારમાં ખરીદી કરી પરત આવી રહ્યો હતો. આ દરમિયાન આમરીથી આમડપોર ગામ નજીક પડઘા પાટિયા પાસે સાંજે 5:30 વાગ્યે અકસ્માત થયો હતો. ઈકો કાર અને કન્ટેન્ટર વચ્ચે અકસ્માત થયો હતો. ઈકો કારમાં 2 મહિલા અને 4 પુરૂષ સવાર હતા. જેમાંથી 5 લોકોના મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિનો બચાવ થયો હતો. જેને હાલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પ્રફુલભાઈની દીકરી યામિનીના 25 તારીખે લગ્ન હતા. તેમજ પ્રફુલભાઈની ભાણેજના પણ લગ્ન હતા. જેથી તેની ખરીદી કરવા માટે ગયા હતા. ત્યારે પરત ફરતી વખતે પરિવારને અકસ્માત નડ્યો હતો.
અકસ્માતમાં મૃત થયેલા પરિવારજનો
પ્રફુલભાઈ લલ્લુભાઈ પટેલ
મીનાક્ષીબેન પ્રફુલભાઇ પટેલ
શિવ પ્રફુલભાઇ પટેલ
રોનક કાન્તીભાઈ પટેલ
મનીષા મુકેશ પટેલ
બચાવ થયેલા વ્યક્તિનું નામ
દીપ કાંતિ પટેલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.