11 ઓગસ્ટે ખડસુપાના વિદ્યાર્થીનું ઢોરની અડફેટે મોતની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ફરિવાર રખડતા ઢોરોનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે. મુંબઈથી હઝરત નિઝામુદ્દીન(દિલ્હી) જતી ટ્રેન નંબર 12953 અગસ્ત ક્રાંતિ રાજધાની આઠ વાગ્યે નવસારીથી પસાર થઇ રહી હતી ત્યારે ગેટ નંબર 127 પાસે આવેલા પ્રકાશ ટોકીઝ ગરનાળા પાસે પાંચ જેટલી ગાયો ડાઉન ટ્રેક પર ચઢી આવતા 100 કિમિથી વધુની સ્પીડથી જઈ રહેલી ટ્રેન ધડાકાભેર ગાયો સાથે અથડાઈ હતી.
જેને લઇને 5 ગાયોના મોત થયા હતા. સાથે જ ટ્રેનને ટેક્નિકલ ખામી ચકાસવા માટે 20 મિનિટ માટે થોભાવી હતી.જોકે ખામી ન જણાતા ટ્રેન સુરત તરફ રવાના કરાઈ હતી. નવસારી શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. જેને કારણે શહેરીજનોએ અનેક વખત રજુઆત અને આવેદન પણ આપ્યા છે. સાથે જ પાલિકાએ ઢોર પકડીને પાંજરાપોળમાં મોકલવાની વ્યવસ્થા પણ કરી છે. છતાં પણ શહેરમાંથી રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે.
શહેરના રાજમાર્ગો પર અડીંગો જમાવીને બેસી રહેતા રખડતા ઢોરોને કારણે અવારનવાર રાહદારીઓ સાથે અકસ્માતની ઘટના બનતી હોય છે ત્યારે આજે એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ કારણ કે મુંબઇથી નીકળેલી અગસ્ત ક્રાંતિ રાજધાની ટ્રેન સાથે પાંચ જેટલી ગાયો અથડાતા ટ્રેન ઉથલી પડવાની મોટી દુર્ઘટના ટળી હતી. ટ્રેનમાં ટેક્નિકલ ખામી જાણવા માટે 20 મિનિટ માટે થોભાવામાં આવી હતી જો કે કોઈ પણ રીતે એન્જિનમાં ખામી ન દેખાતા ટ્રેન સુરત તરફ રવાના કરવામાં આવી હતી ટ્રેન રવાના થયા બાદ નવસારી રેલવે સ્ટેશનના સ્ટાફ દ્વારા તાત્કાલિક ડાઉન ટ્રેક ઉપરથી મૃત ગાયને હટાવીને ટ્રેક ક્લીન કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.