તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:યાત્રી કૃપયા ધ્યાન દે, અપૂરતા મુસાફરોને લીધે STના 33 રૂટ બંધ

નવસારી9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નવસારી એસટી બસના ટાયરને પણ કોરોનાના કારણે બ્રેક લાગી, હાલ 47 શિડયુલ પર બસ દોડાવવામાં આવી રહી છે
 • દૈનિક રૂ. 6.50 લાખ આવક હતી તેને બદલે એક માસથી ઘટાડો નોંધાયો, રૂ. 2.50 લાખથી 2.75 લાખ સુધીની જ આવક થઇ રહી છે

નવસારી કોરોનાના કેસોને કારણે મુસાફરોની ઓછી આવાગમનને કારણે નવસારી એસટીની આવકમાં પણ ઘટાડો થયો છે. સલામત સવારી એસટી અમારી હોવા છતાં કોરોનાના વધતા જતા કેસોને કારણે લોકો મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. એપ્રિલ માસની શરૂઆતમાં જ લોકો એસટી બસમાં મુસાફરી નહીં કરતા દૈનિક રૂ. 6.50 લાખથી 7 લાખ આવક હતી તેને બદલે એક માસથી દૈનિક આવક ઘટાડો થઈ રૂ. 2.50 લાખથી 2.75 લાખ હાલમાં થઈ રહી છે. હાલમાં કોરોનાના કેસમાં વધારો થવા લાગ્યો છે ત્યારે તેની અસર એસટીની આવક પર થઇ છે.

નવસારીમાં એપ્રિલ માસમાં કોરોનાના કેસો વધતા લોકોમાં ભયનો માહોલ છે. સરકાર દ્વારા જાહેરનામા બહાર પાડવાને લીધે લોકોએ પણ ઘરની બહાર જવાનું ટાળ્યું છે. જેની અસર નોકરી કરતા નોકરિયાતો અને અંતરિયાળ વિસ્તારમાં આવતા જતા લોકોમાં થઈ છે. લોકો ઘરની બહાર નીકળતા ઓછા થતા વાહન વ્યવહાર પર અસર થઈ છે. નવસારી એસટી વિભાગ દ્વારા દૈનિક 80 શિડયુલ રેગ્યુલર ચાલતા હતા પણ કોરોનાના કારણે મુસાફરોનું આવાગમન ઓછું થતા એસટી વિભાગે 33 ટકા શિડયુલ ઘટાડી દેતા હાલ 47 શિડયુલ પર બસ દોડાવવામાં આવી રહી છે, તેના કારણે દૈનિક 3 લાખની આવક ઘટી રહી છે.

દૈનિક આવક 7 લાખમાંથી હાલ 2.75 લાખ થઈ રહી છે.નવસારી શહેર અને તેની આસપાસના ગામોમાંથી નોકરી કરવા માટે શહેરમાં આવતા હોય છે પણ હાલમાં મોટાભાગની દુકાનો, બજારો બંધ છે માત્ર મેડિકલ સેવા, ડેરી સહિતની દુકાનો જ શરૂ છે જેથી નવસારી શહેરમાં આવાગમન કરનારાઓની સંખ્યા ઘટી છે. નવસારી એસટી બસસેવાનો લાભ હાલમાં સુરત જતા લોકો મોટાપાયે કરી રહ્યા છે. 5મી મે બાદ સરકાર દ્વારા ક્યાં નવા નિયમો લાગુ પાડવામાં આવશે તેના પર એસટી વિભાગના અધિકારીઓની નજર રહેલી છે.

નવસારી એસટીમાં પણ 7 કર્મચારી કોરોનાગ્રસ્ત થયા હતા
નવસારી એસટીમાં ફરજ બજાવતા 150થી વધુ કર્મચારી પૈકી માત્ર 7 કર્મચારીને કોરોના થયો હતો. જેમાંથી બધાને સારુ હોય બે કર્મચારી કોરોનાના કારણે રજા પર હોવાની માહિતી મળી છે. જોકે 45 ઉપરથી વધુ વય ધરાવતા કર્મચારીઓએ કોરોનાની પ્રથમ રસી મળી હોવાનું એસટી મેનેજરે માહિતી આપી હતી. આગામી દિવસોમાં તેમને બીજો ડોઝ પણ આપવામાં આવશે. જોકે, નવસારી જિલ્લામાં હાલ વેક્સિનની અછત હોવાથી તેનો લાભ મળી શક્યો નથી

ફિક્સ પગારના 80 કર્મચારીઓને અચાનક રજા પર ઉતારી દેવામાં આવ્યા
નવસારી એસટીમાં મુસાફરો ઓછા આવતા તેની અસર આવક પર પડી છે. જેને લઈને ફિક્સ પગાર ધરાવતા 70 થી 80 કર્મચારીને રજા આપી દીધી હોવાની માહિતી એસટી સંકુલમાંથી મળી છે.

મુસાફરો નહીં મળતા શિડયુલ બંધ કર્યા છે, 50 ટકા કર્મચારીને ફરજ પર બોલાવાય છે
હાલમાં કોરોનાના સંક્રમણ વધવાને કારણે લોકો બહાર નીકળતા નથી અને એસટીમાં મુસાફરી કરવાનું જોખમ ખેડવાનું ટાળી રહ્યા છે. હાલમાં 10 એક્સપ્રેસ રૂટ જ ચાલુ છે. નાઈટ શિડયુલ પણ મોટાભાગના બંધ કરી દીધા છે. 33 ટકા શિડયુલ ઓછા ચાલતા હોય 50 ટકા સ્ટાફને વારાફરતી બોલાવવામાં આવે છે. જોકે આ પરિસ્થિતિ એપ્રિલ માસના શરૂઆતમાં થઈ જે હજુ સુધી એ જ રહી છે. પરિસ્થિતિ થાળે પડ્યા બાદ તમામ રૂટની બસ સેવા ફરીથી કાર્યરત કરી દેવાશે. - વિપુલ રાવલ, મેનેજર, નવસારી એસટી

સુરત અને બીલીમોરા રૂટના મુસાફરોને એસટીની સુવિધા યથાવત
કોરોનાના પગલે ટ્રેન સેવા રેગ્યુલર નહીં ચાલતા એસટી બસ દ્વારા સુરત અને બીલીમોરા તરફ જતા મુસાફરોની સંખ્યા વધુ હોય તેમને આવાગમન માટે મુશ્કેલી ન સર્જાય તે માટે એસટી નિગમ નવસારી દ્વારા મુસાફરો માટે સારી સેવા આપી રહી છે. જેને લઇને સુરત-બીલીમોરાના મુસાફરોને મુશ્કેલી વેઠવી પડત નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો