તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નારાજગી:નવસારીમાં આંશિક બંધથી દુકાનો બંધ અને ઓનલાઈન વેપાર ચાલુ રહેતા વેપારીઓમાં રોષ

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોબાઈલ અને એસેસરિઝના વેપારીઓએ નારાજગી વ્યકત કરી

કોરોના સંક્રમણ ને વધતું અટકાવવા માટે રાજ્ય સરકારે નાઈટ કરફ્યુ અને સ્થાનિક વહીવટી તંત્રે તાલુકા અને શહેર કક્ષાનું અલગ નિયમો સાથે આંશિક બંધ નું જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં નવસારી નાગરપાલિક હદ વિસ્તારમાં શહેરમાં પણ આગામી 18મી મે સુધી જરૂરી 19 વ્યવસાયને બાદ કરતા તમામ વેપાર ધંધા બંધ રાખવામાં એનો મનાઈહુકમ જાહેર થયો છે જે અંતર્ગત છૂટક વેપારીઓ દરરોજ કલેકટર કચેરીએ રજૂઆત કરવા આવ્યા છે.

શહેરના મોબાઇલ અને એસેસરીઝ નો ધંધો કરતા વેપારીઓ નુકસાની સેવીને ગળે આવી ગયા હોય તેમ પોતાની વાત મુકવા માટે કલેકટર કચેરી પહોંચ્યા હતા સાથે જ આવેદન પણ આપ્યું હતું મોબાઈલની દુકાનો સવારે 9 થી 4 વાગ્યા સુધી ચાલુ રાખવા પરવાનગી આપવામાં આવે તો બીજી તરફ તેમનો પક્ષ હતો કે હાલમાં બાળકો ઘરે બેસીને ભણી રહ્યા છે તેવામાં તેમને સ્માર્ટફોન કે જરૂરી અન્ય ઉપકરણો ની ખરીદી માટે મોબાઇલ શોપ શરૂ હોય એ જરૂરી છે ત્યારે શોપમાં ભરાવેલો મોબાઇલ અને એસેસરીઝ ના માલ નું આર્થિક ભારણ તો સાથે જ કર્મચારીઓનો પગાર જેવી અનેક બાબતો થી તેઓ ઘેરાયા છે જેને પગલે સ્થાનિક વહીવટીતંત્ર આ મામલે શહેરના વેપારીઓ નો વિચાર કરીને સકારાત્મક નિર્ણય લે તેવી માંગ કરવામાં આવી છે.

વેપારીઓ એ એક સુર એ કહ્યું છે કે અન્ય ઓનલાઈન બિઝનેશ શરૂ છે જેમાં હોમ ડિલિવિરી થાય છે તો અમારા પર કેમ પ્રતિબંધ જો એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિત અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ એક્ટિવ હોય તો અમને પણ વેપાર ની પરવાનગી આપો તેવી વાત ઉચ્ચારી હતી.

સ્થાનિક વહીવટીતંત્ર અનિશ્ચિત સમય માટે બંધ અમલી બનાવ્યું જેને લઇ શહેરમાં વેપારીઓની આર્થીક મુશ્કેલી હજી વધી શકે એમ છે કોરોના ની નાથવા માટે જાહેર કરાયેલા બંધમાં આર્થિક મહામારી પણ વકરી છે મોબાઇલ એસેસરીઝ ના ધંધા સાથે દસ વર્ષથી જોડાયેલા વિજય ભાઈ ના જણાવ્યા મુજબ કોરોનાથી બાદમાં મરશું પણ આર્થિક મંદીથી પહેલા મરી જઈશું તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...