તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંશિક બંધની અસર:નવસારીમાં આંશિક બંધના કારણે ચીખલીની બજારોમાં ખરીદી માટે ગ્રાહકોની ચહલપહલમાં વધારો

નવસારી2 મહિનો પહેલા
  • નવસારી બાદ ચીખલી ખરીદીનું સૌથી મોટું માર્કેટ

28મી એપ્રિલ થી નવસારી વિજલપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આંશિક બંધ જાહેર થયું છે ત્યારે શહેરમાં અત્યંત જરૂરી 19 વ્યવસાયોને જ વેપારની પરવાનગી મળી છે. જ્યારે અન્ય વ્યાપાર બંધ રહેતા હાલમાં લગ્નસરાની ખરીદી કરવા માટે ખરીદારો ચીખલી તરફ જઈ રહ્યા છે,જ્યાં બપોરના 2 વાગ્યા સુધી વેપાર ધંધા શરૂ છે.

નવસારી શહેર બાદ કપડાની કે અન્ય ચીજવસ્તુઓની ખરીદી માટે ચીખલી મોટું માર્કેટ છે તે માટે હાલમાં લગ્ન પ્રસંગ પણ યોજાઈ રહ્યા છે તે માટે કપડાં કે અન્ય ચીજવસ્તુઓની મોટી માંગ છે જેને લઇ નવસારી શહેરમાં આંશિક બંધ લાગુ હોય તમામ દુકાનો બંધ હાલતમાં છે જેને જોતાં ખરીદદારો શહેર થી 40 કિલોમીટરના અંતરે આવેલા ચીખલી તરફ જઈને ખરીદી કરી રહ્યા છે

બીજી તરફ આગામી સમયમાં ઈદ પણ આવી રહી છે ત્યારે ચીખલી નવસારી શહેર માટે ખરીદીનું બેસ્ટ ઓપ્શન બન્યું છે.ચીખલી માર્કેટમાં મોટી સંખ્યામાં વહેલી સવારે લોકો આવતા હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે જેને લઇને પોલીસ પણ હરકતમાં આવી છે અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ન થાય તે માટે એલર્ટ બની છે હાઈવેને અડીને આવેલા ચીખલી વિસ્તારમાં કાપડની સહિત અન્ય જરૂરી દુકાનો આવેલી છે જ્યાં નવસારી શહેર માંથી લગ્નસરાની ખરીદી સરળતાથી થઇ શકે તે માટે ખરીદારો અહીં આવીને ખરીદી કરે છે જોકે ચીખલીમાં પણ બે વાગ્યા બાદ સ્વૈચ્છીક બંધ લાગુ થતા ખરીદારો વહેલી સવારે ખરીદી કરવા ચીખલી પહોંચી જાય છે.

અન્ય સમાચારો પણ છે...