તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભલુ થજો:કોરોના મુક્તિ માટે કેલિફોર્નિયામાં નવસારીના પારસીઓનો યજ્ઞ, 1લી જૂને બીજો યજ્ઞ કરશે

નવસારી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યજ્ઞના દર્શન કરવા 500 પારસીજનો ઓનલાઇન જોડાયા

હાલમાં ચાલી રહેલા કોરોના મહામારીનો ભોગ સમસ્ત વિશ્વ બન્યું છે ત્યારે દુધમાં સાકરની જેમ ભળી ગયેલી પારસી જ્ઞાતિ વિશ્વમાં વસવાટ કરે છે. મૂળ નવસારીના ઝરીર ભંડારા નામના દસ્તુરજી કેલિફોર્નિયામાં કોરોના મહામારી આગામી સમયમાં ઝડપથી નાશ પામે અને લોકોને આ યાતનામાંથી મુક્ત કરાવે તેવી ભગવાનને પ્રાર્થના સાથે અગ્નિ યજ્ઞની શરૂઆત કરી છે.મૂળ નવસારીના રહીશ અને પારસી સમુદાયના ધર્મગુરૂ ઝરીર ભંડારા હાલ કેલિફોર્નિયામાં વડા દસ્તુરજી તરીકે સેવા બજાવી રહ્યા છે.

હાલ કોરોનાની મહામારીમાં અનેક મૃત્યુ થઈ રહ્યા છે અને વધુને વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે, દરરોજ કેસો વધી રહ્યા છે ત્યારે ભારતમાં ફરી પાછો આનંદનો માહોલ સર્જાય અને પેનેડેમીક દૂર થાય તે માટે 2જી મે એ કેલિફોર્નિયામાં યજ્ઞ કરાયો હતો. જેમાં 500 પારસીઓએ ઉપસ્થિત રહી પ્રાર્થના કરી હતી.

ઉપરાંત પારસી અગ્રણી અરવડ ભંડારાએ કહ્યું કે ‘મને વિશ્વાસ છે કે પ્રાર્થનાના શક્તિશાળી કંપનથી આપણે મહામારી સામેનો જંગ જીતીશું. દાદર આહુર્માઝદા, અમેષા સ્પેન્ટાસ, યાઝતા અને ફ્રેવાશીસના આશીર્વાદથી એક મહિના બાદ બેહરામરોજ 1લી જૂન સુધીમાં 50% વિજય પ્રાપ્ત કરીશું. નવસારીના દસ્તુરજી ઝરીર ભંડારાએ એક માસમાં આ મહામારી દૂર થશે તેવી આશા વ્યક્ત કરી હતી અને 1લી જૂને પુનઃ એક યજ્ઞ કરી પ્રભુનો આભાર વ્યક્ત કરશે.

સમગ્ર દુનિયાના ભલા માટે પારસીઓની પહેલ
સમગ્ર દુનિયામાં કોરોના મુક્તિ માટે મૂળ નવસારીના વડા દસ્તુરજી ઝરીર ભંડારાની હાજરીમાં પહેલીવાર 500થી વધુ પારસી સમુદાયનાં સભ્યો જશાનમાં હાજર થયા અને સાથે મળીને (ઝૂમ દ્વારા) પ્રાર્થના કરી હતી. હુમ્બાન્ડગી (સાર્વજનિક ભક્તિ)માં તમામ પ્રકારના દુ:ખો દૂર કરવા માટે વનંત યષ્ટ નિરંગ, આરોગ્ય-સુખાકારી માટે અર્દિભેષ્ત યશત નિરંગ અને સંપૂર્ણ સુરક્ષા માટે સરોશ યષ્ટ વદિ નિરંગનો સમાવેશ થાય છે. દુનિયાના ભલા માટે પારસીજનોએ પહેલ કરી છે. - વિસ્પી કાસદ, અગ્રણી, નવસારી પારસી સમાજ

અન્ય સમાચારો પણ છે...