તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો, વધુ તપાસ એએસઆઈ પ્રવીણ ગમન ભાઈ કરી રહ્યા છે

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલુકાનાં દાંતેજ ગામે રહેતી પરણીતાએ કોઈ અગમ્ય કારણસર આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમના સ્વજનો આવી જતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ આવતા તેમનો જીવ બચી જવા પામ્યો હતો. નવસારીનાં સિવિલ હોસ્પિટલના મેડીકલ ઓફિસર ડો.એન.કે પટેલે વિજલપોર પોલીસ મથકે જાણ કરી કે જીગીષાબેન રવિભાઈ હળપતિ (ઉવ.૩૦ )તા.2 ઓગસ્ટ નાં રોજ સવારે 11-૩૦ વાગ્યાનાં સુમારે ઘરે એકલી હોય કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરે ફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે તેણીને સારવાર માટે નવસારીની સિવિલ હોસ્પિટલમાં લાવતા તેણીનો જીવ બચી જવા પામ્યો હતો. ઘટનાની વધુ તપાસ એએસઆઈ પ્રવીણ ગમન ભાઈ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...