નવસારી જિલ્લાની જલાલપુર વિધાનસભા બેઠક પર 2017 ની ટર્મના કોંગ્રેસનાં ઉમેદવાર પરિમલ પટેલ 2000 જેટલા કાર્યકરો સાથે ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે, તળિયે ગયેલા કોંગ્રેસ સંગઠનથી થાકેલા ગત ટર્મનાં ઉમેદવાર પરિમલ પટેલ ભાજપને ફાયદો કરાવશે.2 જિલ્લામાં કુલ 4500 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે.
ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારની સાથે સાથે પક્ષ પલટુઓની મૌસમ પણ પુરબહારમાં ખીલી છે ત્યારે નવસારી જિલ્લાના જલાલપુર વિધાનસભા બેઠકમાં 2017ની ટર્મના કોંગ્રેસી ઉમેદવાર પરિમલ પટેલે નિષ્ક્રિય તળિયે બેસેલા કોંગ્રેસ સંગઠનથી નારાજ થઈ આશરે 2000 જેટલા કોંગ્રેસી કાર્યકરો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આજે જલાલપુરના ભાજપના ઉમેદવાર આરસી પટેલના પ્રચાર અર્થે અબ્રામા રોડ ખાતેનાં કાર્યક્રમમાં આવ્યા હતા જ્યાં પાટીલની ઉપસ્થિતિમાં પરિમલ પટેલ સહિત 2000 જેટલા કાર્યકરો એ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસમાં જૂથવાદ, આંતરિક નિષ્ક્રિયતા સહિત નાં મુદ્દો જોતા કોળી પટેલ સમાજના યુવા આગેવાન પરિમલ પટેલ કોંગ્રસના ઉમેદવાર રણજીત પંચાલને જીત મેળવવા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
નવસારી જિલ્લામાં કોંગ્રેસનાં ઉમેદવારો જોરશોરમાં પ્રચાર કરી રહ્યા છે પણ દૂર દૂર સુધી સંગઠન જોવા મળતું નથી જેને કારણે કોંગ્રેસના આંતરિક જૂથવાદથી ભાજપને સીધો ફાયદો થતો હોવાની ચર્ચા રાજકીય પંડિતો સેવી રહ્યા છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.