વેક્સિનેશન:નવસારી જિલ્લામાં કોવિડનું પેઇડ રસીકરણ 1 ટકો પણ નહીં

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં હાલના દિવસો દરમિયાન 6 તાલુકાના અનેક સેન્ટરો પર વિનામૂલ્યે રસી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કેટલાક દિવસોથી જિલ્લામાં 4 જગ્યાએ પેઈડ કોવિડ રસી પણ આપવામાં આવી રહી છે. જોકે પેઈડ રસીકરણને ખાસ પ્રતિસાદ મળી રહ્યો નથી અને મહત્તમ લોકો વિનામૂલ્યે સરકારી સેન્ટરો પર જ રસી મુકાવી રહ્યા છે. જિલ્લામાં છેલ્લા 3 સપ્તાહમાં કુલ 2.37 લાખ રસીના ડોઝ અપાયા હતા, જેમાં પેઈડ રસી તો માત્ર 1827 જ અપાઈ હતી.આમ કુલ કોવિડ રસીકરણમાં પેઈડ રસીકરણ તો 1 ટકા (0.77 ટકા)પણ નથી. બીજી એ વિગત એ પણ જાણવા મળી કે જે 1827 રસી પેઈડ અપાઈ તેમાં પણ કોર્પોરેટની સંખ્યા નોંધનીય છે.

બુધવારે પણ 6897 જણાને જ રસી
છેલ્લા ચારેક દિવસથી રસીકરણની સંખ્યા ઘટાડાઈ છે. બુધવારે પણ 6897 જણાને રસી અપાઇ હતી, જેમાં 2971 જણાએ પહેલો ડોઝ અને 3926 જણાએ બીજો ડોઝ લીધો હતો. તાલુકાવાર રસીકરણ જોઈએ તો નવસારીમાં 1308,જલાલપોરમાં 995, ગણદેવીમાં 1066, ચીખલીમાં 1597, ખેરગામમાં 540 અને વાંસદા તાલુકામાં 1391 જણાએ રસી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...