યાદગીરી:પદ્મવિભૂષણ પંડિત શિવકુમાર શર્માએ પોતાના  સંતુરવાદનથી નવસારીના લોકોને પણ ડોલાવ્યા હતા

નવસારી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિવકુમારજીનો નવસારીમાં 1989 બાદ 1996માં પણ લાઈવ કાર્યક્રમ યોજાયો હતો

પદ્મવિભૂષણ પંડિત શિવકુમાર શર્માજીએ પોતાની સંતુરની કલાથી નવસારીના લોકોને પણ અભિભૂત કર્યા હતા. િશવકુમારજીએ નવસારીમાં સને 1989ના અરસામાં અને ત્યારબાદ 1996માં પણ લાઇવ પ્રોગ્રામ કર્યો હતો.જમ્મુમાં 1938માં જન્મેલ સંતુરના પર્યાય બની ગયેલ અને ભારત સરકારે જેમને પદ્મવિભૂષણ જેવા ટોચના એવોર્ડથી નવાજીશ કરેલ એ પંડિત શિવકુમાર શર્માનું 10 મેના રોજ અવસાન થયું હતું. તેમના અવસાનથી શાસ્ત્રીય સંગીતની દુનિયામાં પુરી નહીં શકાય તેવી ખોટ પડી છે. શિવકુમારજીએ સંતુરવાદનના દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમો કરવા ઉપરાંત સિલસિલા જેવી ફિલ્મોમાં સંગીત પણ આપ્યું હતું.

નોંધનીય વાત એ છે કે પંડિતજીને લાઈવ પ્રોગ્રામનો લાભ નવસારીની જનતાને પણ મળ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ 1 જુલાઈ 1996ના રોજ નવસારીના ભરત શાહ ની ‘મહેક’ સંસ્થા દ્વારા ટાટા હોલમાં શિવકુમાર શર્માના સંતુરના કાર્યક્રમનું આયોજન કર્યું હતું.આ કાર્યક્રમમાં પંડિતજીએ સંતુરના સુરોથી નવસારીના કલારસિકોને ડોલાવ્યા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે તે વખતના વલસાડ જિલ્લા કલેકટર એસ અર્પણા શિવકુમારજીના સંગીતના રસિક હોય તેઓએ પણ હાજરી આપી હતી. અહીં ઉલ્લેખનીય છે કે આ અગાઉ 1989ના અરસામાં પણ શિવકુમારજીનો કાર્યક્રમ નવસારીમાં યોજાયો હતો. ડો.રાજન શેઠજી, ડો. કનુભાઈ પટેલ, ડો. અજિત સોની વગેરેએ સંગીત મંડળના ઉપક્રમે આયોજિત કર્યો હતો. આ કાર્યક્રમ પણ સફળ રહ્યો હતો અને લોકોએ પંડિતજીને સંતુરવાદનની વાહ વાહ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...