તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દમદાર દાદી:સ્મીમેરમાં દાખલ થયા ત્યારે ઓક્સિજન 86 ટકા હતું, જે સમયસર સારવારના પરિણામે 95 ટકા થયું

નવસારી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારીના 90 વર્ષીય દાદી સવિતાબેન દેસાઇએ હસતાં હસતાં કોરોનાને હરાવ્યો

સુરતમાં અનેક વડીલો કોરોના સામે લડીને સંપૂર્ણ સ્વસ્થ થયાં હોય એવા અનેક કિસ્સા ઉજાગર થયાં છે. નવસારીના 90 વર્ષીય દાદી સવિતાબેન કિશોરભાઇ દેસાઈએ સ્મીમેરમાં 7 દિવસની સારવાર લઈને કોરોનાને હરાવ્યો હતો. દેસાઈ પરિવારને ચિંતા હતી કે આ કપરાં સમયમાં તેઓ કદાચ બચી શકશે કે કેમ પરંતુ તેમણે કોરોનાને હરાવીને પોતાના મક્કમ મનોબળનો પરચો આપ્યો છે. જેનાથી તેમની સારવાર કરનારા ડોક્ટરો પણ આશ્ચર્યમાં છે.

હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યારે જરા પણ ડર વિના હસતા મુખે કહેતા હતા કે,’ મને કંઇ ન થાય, કારણ કે મને કોરોનાથી ડર જ નથી લાગતો.’ દાદીમાં સ્વસ્થ થઈને ઘરે આવ્યાં અને તરત જ પોતાનું દૈનિક કાર્ય કરવા લાગ્યા છે, જાણે કે કોરોના થયો જ ન હોય.’ નવસારીના ચીકુવાડી, આશાબાગ વિસ્તારમાં સવિતાબેન દેસાઈ પરિવાર સાથે રહે છે. તેઓ કોરોના પોઝિટીવ આવતાં હોમ આઇસોલેટ થયા હતા, પણ ઓક્સિજન લેવલ ઓછું થતાં સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જ્યાં તેમનું ઓક્સિજન લેવલ 86 ટકા થઈ ગયું હતું, ફેફસાંમાં 30 ટકા કોરોના ઇન્ફેકશન હતું, પરંતુ સમયસર અને સઘન સારવારના પરિણામે આજે તેમનું ઓક્સિજન પ્રમાણ 95 ટકા થયું છે અને સંપૂર્ણ સ્વસ્થ થયાં છે. સવિતાબેનની પૌત્રી સેજલબેન દેસાઇ જણાવે છે કે, દાદીને 8 એપ્રિલે અચાનક તબિયત બગડતાં પ્રાઇવેટ ક્લિનકમાં બતાવ્યું. બે દિવસની સારવાર બાદ કોવિડ લક્ષણો હોવાથી 10મી એપ્રિલે કોરોના પોઝિટિવ આવતાં હોમઓઇસોલેટ થયાં હતા.

20મી એપ્રિલે દાદીને અચાનક શ્વાસ લેવામાં તફલીફ પડવા લાગી, જેથી તેમને નવસારી ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા, પરંતુ ત્યાં ઓક્સિજનની વ્યવસ્થા ન હોવાથી સ્મીમેરમાં લાવ્યા હતાં. ઓક્સિજન લેવલ ઓછું થઈ રહ્યું હોવાથી સ્મીમેરના કોવિડ-19ના વોર્ડમાં દાખલ કરી ઓક્સિજન પર રાખી સારવાર શરૂ કરાઇ. સમયસરની સારવાર મળતા દાદીને શ્વાસ લેવામાં ખૂબ રાહત થઈ હતી.

આપણી હિંમત જ ઇમ્યુનિટી વધારશે
મને ખબર જ હતી કે હું સારી થઇ જઇશ, કારણ કે મને મારા માતા-પિતાએ નાનપણથી ખુબ હિંમતવાન બનાવી છે. જેથી મને કોરોના હોય કે કોઈ પણ દર્દ હોય મને ડર જ લાગતો નથી. હું અન્ય દર્દીઓને કહું છું કે, ‘આપણે કોરોનાથી ડરીશું તો કોરોના આપણા પર ગંભીર બનશે પણ આપણી હિંમત જ આપણી ઇમ્યુનિટી વધારી શકે છે. હંમેશા કામ કરતાં રહો, પ્રવૃત્તિમય રહેશો તો સ્વાસ્થ્ય સારૂ રહેશે અને કોઇ પણ બિમારી સામે સુરક્ષિત રહી શકશો.

સ્મીમેરના તબીબો નિયમિત તપાસ અને દવા આપતા સાથે હિંમત વધારતા કે, ’દાદી, તમે તો જરા પણ ડરતા નથી ને વહેલા ઘરે જઈને સૌને મળવું છે ને.. તમને જલ્દી જ સ્વસ્થ કરીને ઘરે મોકલવા છે.’ સ્મીમેરમાં પ્રેમાળ સ્ટાફ અને તબીબોએ સારવાર મળશે એવું વિચાર્યું ન હતું, સ્વસ્થ થઈ જતાં 27મી એપ્રિલે રજા આપવામાં આવી હતી. સ્મીમેરના તબીબોનો આભાર માનું છું કે તેમણે મને ઉમદા સારવાર આપીને મને સાજી કરી. > સવિતાબેન દેસાઈ, કોરોનામુક્ત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો