નવસારી શહેરને હજુ સુધી એક પણ ઓવર બ્રિજની ભેટ મળી નથી શહેરના પૂર્વ અને પશ્ચિમમાં બે અલગ અલગ વિસ્તારોમાં હાલમાં ઓવરબ્રિજનું કામ કાર્યરત છે જેમાં પ્રકાશ ટોકીઝ પાસે આવેલા ઓવરબ્રિજ નું કામ પૂર્ણતાને આરે આવ્યું છે અને મેં-જૂન સુધી આ બ્રિજ લોકાર્પિત થશે તેવા દાવો તંત્ર કરી રહ્યું છે પણ વિજલપુર પાસે કાર્યરત બ્રિજની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ તો થઈ છે પરંતુ જમીન સંપાદન મામલે હજુ સુધી તંત્ર પાસે કોઈ નક્કર પ્લાનિંગ ન હોવાનું પણ સામે આવ્યું છે. આ અંગે પાલિકાના અધિકારીએ જમાવ્યું હતું કે, જમીન સંપાદનની કામગીરી હવે કરીશું.
વિજલપોર પાલિકાને આ મામલે આડે હાથ લેવાની તક વિપક્ષે ગુમાવી નથી. કોંગ્રેસના સભ્ય ધર્મેશ નાયકે જણાવ્યું હતું કે, કોઈપણ આયોજન વગર બ્રિજનું કામ કરતી પાલિકા પાસે જમીન સંપાદનને લઈને કોઈ પણ વિઝન ન હોવાનું વાત કહી છે, વિજલપોર પૂર્વ અને પશ્ચિમ એમ અલગ અલગ વિસ્તારોમાં પાયા ઉભા કરવાની શરૂઆત થઈ છે પરંતુ જમીન સંપાદન અંગે કોઈ પણ કામગીરી હાલ સુધી થઈ નથી.
નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ જીગીશ શાહ દ્વારા આગામી સમયમાં જમીન સંપાદનની કામગીરી કરવામાં આવશે તેવી વાત કહેવામાં આવી છે જો હજુ સુધી જમીન સંપાદન ન થયું હોય તો બ્રિજ પોતાના ડેડ લાઈન સુધી કેવી રીતે કાર્યરત રહે અને પૂર્ણ થાય તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. થોડા મહિના અગાઉ સર્વેની કામગીરી કરવામાં આવી હતી જેમાં ઘરો ઉપર નંબર પાડીને સંપાદન પ્રક્રિયા શરૂ થઈ હતી પરંતુ બ્રિજ આડે આવતા ઘરો ને હજુ સુધી તંત્ર દ્વારા નોટિસ આપીને નડતરરૂપ જગ્યા ખાલી કરવા અંગે કોઈ સૂચના આપવામાં આવી નથી ત્યારે આ બ્રિજ નું ખાતમુરત રાજકારણીઓ દ્વારા કરીને માત્ર ખાનાપૂર્તિ કરી હોય અને સંપાદન અંગે કોઈપણ નક્કર કામગીરી ન કરી હોય તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.