શહેરને મળશે પહેલો ઓવરબ્રિજ:પ્રકાશ ટોકિઝ પાસે બનનારા ઓવરબ્રિજનો માર્ગ મોકળો થયો, ડીસેમ્બરના પ્રથમ સપ્તાહમાં કામ શરૂ થશે

નવસારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવેમ્બર ના અંતિમ અઠવાડિયામાં વીજ લાઈન શિફ્ટટિંગ કામ પૂર્ણ થશે

નવસારી શહેરમાં છેલ્લાં લાંબા સમયથી રેલવે ઓવરબ્રિજ બનાવવા અંગે માંગ ઉઠી હતી.જેને લઇને કોઇ ને કોઇ ટેક્નિકલ અડચણ આવતી હતી.જેથી શહેરના વિકાસ માટે અત્યંત જરૂરી કામ વર્ષોથી અટવાઈ પડતુ હતું.

જેથી આજે ધારાસભ્ય પિયુષ દેસાઈ નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ જીગીશ શાહ સહિત 3 થી વધુ અલગ અલગ સરકારી અધિકારીઓની ટીમ એ પ્રકાશ ટોકીઝ ગરનાળા પર ભેગા થઈને તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવી ને રેલવે ઓવરબ્રિજ બનાવવા ને લઈને માર્ગ મોકળો કર્યો છે રાજ્ય સરકારે વરસાદી ગટર,ડ્રેનેજ,અને વરસાદી પાણીના નિકાલની લાઈન ખસેડવા માટે 5.5 કરોડ નો ચેક આપવા સાથે પાલિકાએ 33 લાખ રૂપિયા વીજળીની લાઇન શિફ્ટ કરવા માટે વીજ કંપનીને ને આપતા આગામી સમયમાં વીજ લાઈન શિફ્ટ ની કામગીરી પૂર્ણ થવા સાથે રેલવે ઓવર બ્રિજ બનાવવાનું કામ આગામી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં શરૂ થશે.

નવસારી શહેરમાં ઓવરબ્રિજ ન હોવાને લઇને કેટલાક સમયથી વરસાદી સીઝન સિવાય પણ સમગ્ર વર્ષ દરમિયાન પૂર્વ થી પશ્ચિમ વિસ્તારમાં જવા માટે રાહદારીઓને કલાકો રેલવે ફાટક ઉપર માનવ કલાકો રૂપે વેડફવા પડતા હતા અને હાલમાં પણ લોકો મુશ્કેલી વેઠી રહ્યાં છે. જેને લઈને વર્ષોથી બ્રિજ બનવાને લઈને રાજકીય ઈચ્છા શક્તિ સાથે અનેક અવરોધો ઉત્પન્ન થયા હતા.ત્યારે આ દિવાળી શહેરના વિકાસ કાર્યોની ભેટ લઈ આવી હોય તેમ આજે ધારાસભ્ય,માર્ગ મકાન વિભાગ,વીજ કંપની અને પાલિકાના અધિકારીઓ એ એકજ સ્થળે ભેગા થઈને તમામ પ્રશ્નોનો એકસામટે નિરાકરણ લાવતા શહેરના પ્રથમ બીજ બનવા ને લઈને શુભ સમાચારો આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...