તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રામજનોને મુશ્કેલી:નવસારી નગરપાલિકાએ પાણી સહિતની વ્યવસ્થા ન કરતા ગ્રામજનોમાં રોષ, ફરિયાદ કરવા ધારાસભ્યની ઓફીસે પહોંચ્યા

નવસારી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
નગરપાલિકાએ કોઇ સુવિધા ન આપતા ગ્રામજનોએ ધારાસભ્ય પિયુષ દેસાઈને ફરિયાદ કરી - Divya Bhaskar
નગરપાલિકાએ કોઇ સુવિધા ન આપતા ગ્રામજનોએ ધારાસભ્ય પિયુષ દેસાઈને ફરિયાદ કરી
  • સ્ટ્રીટલાઇટના પણ પ્રશ્નોના નિરાકરણ માટે કબીરપુરના રહેવાસીઓ

વિજલપોર સહિતના 8 ગામોનું વિસ્તરણ કરી તેમનો સમાવેશ કબીલપોર ગ્રામ પંચાયતમાં કરવામાં આવ્યો હતો. હવે કબીલપોર ગ્રામ પંચાયતને નવસારી નગરપાલિકામાં ભેળવી દેવામાં આવી છે. જેથી હવે ગામમાં પાણીની વ્યવસ્થા કરવાની જવાબદારી પાલિકાના શિરે છે. જોકે પાલિકાએ આ મામલે કોઈ વ્યવસ્થા ન કરતા ધારાસભ્ય પિયુષ દેસાઈને ગ્રામવાસીઓ રજૂઆત કરી છે.

કબીલપોરના રહેવાસીઓ ધારાસભ્યને રજૂઆત કરવા પહોંચ્યા હતા
કબીલપોરના રહેવાસીઓ ધારાસભ્યને રજૂઆત કરવા પહોંચ્યા હતા

સ્થાનિકો ફરિયાદ કરવા ધારાસભ્યની ઓફીસે પહોંચ્યા
નવસારીમાં ભરેલા આઠ ગામોમાં કબીલપોર ગામ પંચાયતનો પણ સમાવેશ થાય છે. જેમાં અત્યાર સુધી ગ્રામ પંચાયત પાણીની વ્યવસ્થા કરતી હતી, પણ હવે પંચાયત પાલિકામાં ભળતાં પીવાના પાણીની વ્યવસ્થા નગરપાલિકાના શિરે છે. તેવામાં નગરપાલિકા આ મામલે પાણીના બોરનું બિલ પાલિકાએ ભરવું જોઈએ. તેના બદલે તે કબીલપોર ગ્રામ પંચાયતના શિરે આ બિલની જવાબદારી નાખી રહી હોવાની ફરિયાદ સ્થાનિકોએ ધારાસભ્યને કરી છે.

અનેકવારની રજૂઆતનો કોઈ અંત ના આવતા ધારાસભ્યોને રજૂઆત કરવાની ફરજ પડી
અનેકવારની રજૂઆતનો કોઈ અંત ના આવતા ધારાસભ્યોને રજૂઆત કરવાની ફરજ પડી

અનેક રજૂઆતો છતાં કોઇ ઉકેલ આવ્યો નથી
આ સાથે જ સ્ટ્રીટલાઇટના પણ પ્રશ્નોના નિરાકરણ માટે કબીલપોરના રહેવાસીઓએ ધારાસભ્ય પિયુષભાઈની ઓફિસે જઈને આ તમામ પ્રશ્નોના નિરાકરણ આવે અને આ મામલે ઘટતું થાય તે માટે વિનંતી કરી હતી. નવસારી નગરપાલિકા જ્યારે વેરો ઉઘરાવી રહી છે, ત્યારે સુવિધા આપવી એ પણ પાલિકાની જવાબદારી હોય છે. ત્યારે કબીલપોર ગામ પંચાયતમાં જે પ્રાથમિક જરૂરિયાતોને લઈને મુશ્કેલી ઊભી થઈ છે તેને લઈને સ્થાનિકોએ અનેકવારની રજૂઆતનો કોઈ અંત ના આવતા મજબૂરીવશ ધારાસભ્યોને રજૂઆત કરવાની ફરજ પડી હતી.

કબીલપોર ગ્રામ પંચાયતને નવસારી નગરપાલિકામાં સમાવી દેવાઈ છે
કબીલપોર ગ્રામ પંચાયતને નવસારી નગરપાલિકામાં સમાવી દેવાઈ છે
અન્ય સમાચારો પણ છે...