તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:45 વીઘાનું તળાવ ટેન્ડર વગર જ માટી ખનન માટે આપી દેતા ગ્રામજનોમાં રોષ

નવસારી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અજરાઇમાં માટી ખનન માટે સસ્તા ભાવે જ તળાવનું કામ અપાતા વિવાદ વકર્યો
 • સરપંચ અને તલાટીએ બારોબાર આપી દેતા કલેકટરને લેખિતમાં ફરિયાદ આપી

ગણદેવીના અજરાઈ ગામે આવેલું 45 વીઘા ધરાવતું ગામતળાવમાંથી માટી કાઢવાનું કામ ગામના સરપંચ, તલાટી અને સભ્યોની મીલીભગતથી બંધ બારણે ટેન્ડર વગર ગણદેવીના માટીખનન કરતા યુવાનને આપી દેવાતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કરી કલેકટરને ફરિયાદ કરી સરકારના નિયમોના આધારે ટેન્ડર બહાર પાડી કાર્યવાહી કરવા અપીલ કરી હતી.

અજરાઈ ગામના નિમેષભાઈ, શૈલેષભાઈ, મહેશભાઈ, મિતેશભાઈ સહિત 10થી વધુ ગ્રામજનોએ કલેકટરને અજરાઈ ગામમાં ટેન્ડર વગર જ તળાવમાંથી માટી કાઢવાનો પરવાનો આપી દેવા બાબતે ફરિયાદ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે ગણદેવી તાલુકાના અજરાઈ ગામે સરવે નંબર 224વાળા તળાવમાં ખોદકામ બાબતે 22મી માર્ચે ગ્રામસભામાં ચર્ચા થઈ હતી. ચર્ચા મુજબ ટેન્ડર બહાર પાડી તળાવ આપવાનું રહેશે, જે બંધબારણે રૂ. 5 લાખમાં જ ભાવેશ (રહે. ગણદેવી)ને આપી દેવામાં આવ્યું છે.

આ બાબતે સરપંચ, તલાટી અને અન્ય સભ્યોની મિલીભગત હોવાની શક્યતા રહેલી હોય ગ્રામજનોનો વિરોધ છે. ટેન્ડર બહાર પાડવામાં આવે અને સરકારી નિયમોનું પાલન કરવામાં આવે તેવી માંગ કરી આ રકમનો ઉપયોગ ગામના વિકાસમાં થાય તેમ પણ જણાવ્યું હતું.

ઠરાવ કર્યો છે, આ વિવાદ બાબતે 3જી મેએ સભાનું આયોજન કરવામાં આવ્યું છે
ગ્રામસભામાં ચર્ચા બાદ જ નિર્ણય લેવાયો છે. ગામમાં વિવાદ થતો હોય તો ઠરાવ રદ કરી દઈશું. આ બાબતે 3જી મે સોમવારે ગામમાં જ બપોરે 3.30 વાગ્યે ગ્રામજનોની મિટીંગનું આયોજન કરાયું છે. જેમાં આ વિવાદ બાબતે ગામના હિતમાં જ નિર્ણય લેવાશે. > ભારતીબેન પટેલ, સરપંચ, અજરાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો