તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:વિજલપોરમાં 3 સોસાયટીમાં જવાનો માર્ગ બંધ કરી દેવાતા લોકોમાં આક્રોશ

નવસારી8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શ્રીનગર સોસાયટી, શ્રીરામનગર સહિત 3 સોસાયટીમાં જવા અડચણ

વિજલપોરના વોર્ડ નંબર 9માં આવેલ શ્રીનગર સોસાયટી શ્રીરામનગર સહિત 3 સોસાયટીઓ આવેલી છે, ત્યાંથી એરું અને સીતારામ નગર સોસાયટીમાં જવાનો ટૂંકો માર્ગ આવેલો છે. ફાયર સ્ટેશન પણ આવેલું છે. નવસારી કૃષિ યુનિવર્સિટીથી દિવ્યેશ સ્કૂલ થઈ શ્રીનગર સોસાયટી જવાનો ટૂંકો માર્ગ આવેલો છે. આ રસ્તા ઉપર જે તે સમયે નગરપાલિકા દ્વારા જાહેર રસ્તા પણ બનાવ્યા હતા અને આ માર્ગથી લોકો આવન જાવન કરી રહ્યા છે.

આ ટૂંકો માર્ગ આજે બપોરેના સુમારે શ્રીરામનગર સોસાયટીના હોદેદારોએ આવી બપોરના સમયે અચાનક ખાડા ખોદી સિમેન્ટના થાંભલા ખોદી તાર મારી દીધા હતા. આ બાબતે શ્રીનગર સોસાયટીમાં જનાર લોકોએ વિરોધ પણ કર્યો હતો અને વિજલપોરના અધિકારીઓને ફોન ઉપર જાણ કરી હતી. છતાં શ્રીરામનગર સોસાયટીના હોદેદારોએ રસ્તો ખુલ્લો કર્યો ન હતો. સાંજે ઘરે જતા લોકો માટે આ રસ્તો બંધ હોય 2 કિમીનો ચકરાવો લેવો પડ્યો હતો.

વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીથી રસ્તો પસાર કર્યો હતો. આ બાબતે શ્રીનગર સોસાયટીના લોકોએ વિરોધ નોંધાવી રાત્રે મિટિંગ પણ બોલાવી હોવાની માહિતી મળી છે. રસ્તા બંધ કરવા બાબતે પૂછતાં શ્રીરામનગર સોસાયટીના હોદેદારોએ જણાવ્યું કે, આ રસ્તો ગેરકાયદે છે. તેથી અમે આ રસ્તો બંધ કર્યો છે.

રસ્તો ખુલ્લો કરવાની તજવીજ હાથ ધરાશે
આ વિસ્તારમાં વિજલપોર ફાયર વિભાગ આવેલો છે. જે તે સમયે પાલિકાને સોસાયટીના લોકોએ સુપરત કર્યો હતો. આ રસ્તો બંધ થતાં ફાયર વિભાગ દ્વારા 2 કિમીનો ચકરાવો ખાવો પડશે. આ બાબતે શ્રીરામનગર સોસાયટીના હોદેદારોને ટેલિફોનિક સૂચના આપી રસ્તાનું કામ બંધ કરવા જણાવ્યું હતું અને કોઈ સમસ્યા હોય તો ઉકેલ લાવવા પણ જણાવ્યું હતું. છતાં રસ્તો બંધ કરાવી દેતા ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી રસ્તો ખોલાવીશું. > શશીભાઈ પટેલ, ઇજનેર, નવસારી-વિજલપોર પાલિકા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો