તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોદા માટે ખેંચતાણ:નવસારી-વિજલપોર ન.પા.માં હોદાઓની ફાળવણી બાબતે નારાજ નગરસેવકો પૈકીના 2 નગરસેવકોએ ધારાસભ્યથી વિરુદ્ધ જઈ હોદા સ્વીકાર્યા

નવસારી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીઆર પાટિલના કહ્યા બાદ બંનેએ હોદા સ્વીકાર્યા હોવાની ચર્ચા

નવસારી વિજલપોર નગરપાલિકામાં પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ ની વરણી થયા બાદ વિવિધ હોદ્દાઓ માટે 31 મી મેં ની સાંજે ઓનલાઈન સભા મળી હતી જેમાં જલાલપુર અને વિજલપુર મળી 20 નગરસેવકો માંથી 6 ને સમિતિઓ ની ફાળવણી થઇ હતી જેમાં નારાજગી સામે આવતા વિવાદે જન્મ લીધો હતો.

ફાયર સમિતિ નાં હોદ્દેદાર સુનીલ પાટીલ
ફાયર સમિતિ નાં હોદ્દેદાર સુનીલ પાટીલ

વિવાદનું મૂળ કારણ

પાલિકા હોદ્દાઓની જાહેરાતના એક દિવસ પહેલા મળેલી ભાજપ સંકલનમાં ટાઉન પ્લાનિંગ ખાતું નરેશ પુરોહિતને ફાળવવામાં આવ્યું હતું. પણ આ નિર્ણય રાતોરાત બદલીને ચિરાગ લાલવાણીને ટાઉન પ્લાનિંગ સોંપવામાં આવ્યું હતું. જેથી આ મામલે જલાલપુરના ધારાસભ્ય આર.સી.પટેલ વિશ્વાસમાં લીધા વગર આ નિર્ણય લેવાયો હોવાથી વિજલપોર અને જલાલપોર માં સમાવિષ્ટ 20 નગરસેવકો નારાજ થયા હોવાની ચર્ચા ચાલી હતી.

મોટર ગેરેજ સમિતિ ના હોદ્દેદાર મહેન્દ્ર ગીરાસે
મોટર ગેરેજ સમિતિ ના હોદ્દેદાર મહેન્દ્ર ગીરાસે

નવસારી-વિજલપોર નગરપાલિકામાં અત્યાર સુધીમાં સુનિલ પાટિલે ફાયર સમિતિ, મહેન્દ્ર ગીરાસે મોટર ગેરેજ સમિતિમાં હોદા સ્વીકારી લીધા છે.જ્યારે બાંધકામ સમિતિ, લાઈટ સમિતિ, મહેકમ સમિતિ અને માધ્યમિક સમિતિમાં હજી પણ ગૂંચવણી સર્જાયેલી હોવાનું જાણવા મળ્યું છે.

વિશ્વસનીય રાજકીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બે દિવસ પહેલા મહેન્દ્ર ગીરાસે અને સુનીલ પાટીલ નગરસેવકોને સી આર પાટીલ ઓફિસ માંથી તેડું આવ્યું હતું. જેથી પાટીલે આ બે નગરસેવકોને પોતાના હોદ્દો સ્વીકારવા કહ્યું હતું જેથી પાટીલ ની સલાહ માની બે નગરસેવકોએ તેમના વિસ્તારના ધારાસભ્ય આર.સી પટેલનો નારાજગી વાળો પ્રોટોકોલ તોડી પોતાના હોદ્દાનો ગ્રહણ કર્યા હતા.

આગામી સમયમાં ચોમાસાની શરૂઆત થઈ રહી છે ત્યારે શહેરના વિકાસ માટે જે તે નગરસેવકોએને મળેલા હોદ્દાઓ સ્વીકારે તે સમયની માંગ છે. કારણકે સમિતિઓના પ્રમુખ પાલિકાના કર્મચારીઓ પાસે શહેરના વિકાસ માટે પૂર્વાયોજન કરીને જ્યાં ખામી હોય ત્યાં તાત્કાલિક કામ કરાવી શકે છે.

હવે સમગ્ર મુદ્દો ધારાસભ્ય V/S સાંસદ બની ગયો

રાજકીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હવે આ સમગ્ર વિવાદ જલાલપુર ના ધારાસભ્ય આર.સી.પટેલ V/S સાંસદ સી.આર.પાટીલ બની રહ્યો છે. આ મામલે અન્ય ચાર જેટલા હોદ્દેદારો પણ આગામી સમયમાં પોતાના હોદ્દાઓ સ્વીકારશે કે ધારાસભ્ય ગાઈડ લાઈન મુજબ નારાજ રહેશે તે શહેરમાં ચર્ચાનો વિષય છે.

અન્ય સમાચારો પણ છે...