તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:જિલ્લાના વધના 94 પ્રાથમિક શિક્ષકમાંથી 50ને વાંસદા તાલુકામાં સમાવી લેવાયા

નવસારી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધો-6 થી 8માં ભરતી બાદ અન્યત્ર ખસેડાશે

નવસારી જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં વધઘટ બદલી કેમ્પ દરમિયાન ધોરણ 1 થી 5 માં પાંચ તાલુકામાં શિક્ષકોની વધ પડતા તેમને વાંસદા તાલુકામાં ખાલી પડેલી 50 ખાલી જગ્યામાં બદલી કરાયા છે. જ્યારે અન્ય 44 શિક્ષકોને જિલ્લા બહાર ફરજ પર હાજર થવાની નોબત આવી છે.

નવસારી જિલ્લા શિક્ષણ આલમમાં છેલ્લા કેટલાક દિવસથી વધઘટ બદલી કેમ્પનો વિષય ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. જિલ્લામાં ધોરણ 1 થી 5 માં કુલ 177 જગ્યા ખાલી હોવાથી તેમના સ્થાને ભરતીનો મોટો પ્રશ્ન ઉભો થયો હતો. આ બદલી કેમ્પ દરમિયાન નવસારી, જલાલપોર, ગણદેવી ચીખલી અને ખેરગામ તાલુકામાં કુલ 94 શિક્ષકોની વધ જણાઇ આવી હતી. જ્યારે વાંસદામાં ધોરણ 1 થી 5 માં 50 જગ્યા ખાલી હતી.

અન્ય પાંચ તાલુકામાં વધમા આવેલા શિક્ષકોને આખર વાંસદા તાલુકામાં સમાવી લેવાનો નિર્ણય કરાયો હતો. જે પૈકી વાંસદા તાલુકામાં ખાલી પડેલી 50 જગ્યા ઉપર આ વધમાં આવેલા શિક્ષકો ને નિમણૂક આપવામાં આવી હતી. બાકી રહેલા 44 શિક્ષકોને કામચલાઉ ધોરણે હાલ પૂરતા ધોરણ 6 થી 8 સમાવી લેવામાં આવ્યા છે. જોકે આ તમામ શિક્ષકોને જેમ જેમ ભરતી થશે તે રીતે અન્યત્ર ખસેડાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો