તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવેતરમાં ઘટ:જિલ્લામાં 57559 હેકટરમાંથી હાલ સુધીમાં 5766માં વાવેતર

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાૈથી વધુ ચીખલીમાં તો નવસારીમાં સૌથી ઓછુ

નવસારી જિલ્લામાં હાલ સુધીમાં 10 ટકા જ ખરીફ વાવેતર થયું છે. 5766 હેકટરનું વાવેતર થયુ છે. જિલ્લામાં જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં તો વરસાદ પડ્યો હતો પરંતુ છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ખાસ પડ્યો નથી.જેને લઈને ખરીફ વાવેતરે વેગ પકડ્યો નથી. આંકડાકીય વિગત જોઈએ તો જિલ્લામાં ખરીફ વાવેતર કુલ 57559 હેકટરમાં થાય છે. જેમાં હાલ સુધીમાં 5766 હેકટરમાં વાવેતર થયું છે. બીજા શબ્દોમાં કહીએ તો કુલ વાવેતરના માત્ર 10 ટકા વાવેતર થયું છે.

જે વાવેતર થયું છે તેમાં ડાંગરનું 2471 હેકટર, તુવેર 249 હેકટર, શાકભાજીનું 1694 હેકટરમાં, ઘાસચારો 736 હેકટરમાં, અડદનું 76 હેકટરમાં અને અન્ય 537 હેકટરમાં વાવેતર હાલ સુધી થયું છે. તાલુકાવાર જોઈએ તો હાલ સુધીમાં વધુ ખરીફ વાવેતર વાંસદા અને ચીખલી તાલુકામાં થયું છે. નવસારી તાલુકામાં સૌથી ઓછુ 360 હેકટરમાં જ થયું છે. જિલ્લાના અન્ય ત્રણ તાલુકામાં પણ હજુ સુધી ખૂબ જ ઓછુ વાવેતર થયું છે. ખેડૂતો વરસાદની રાહ જોઇ રહ્યા છે.

ગત વર્ષ કરતા 2633 હેકટરમાં વધુ વાવણી
આમ તો હજુ જિલ્લામાં કુલ ખરીફ વાવેતરનું 10 ટકા જ વાવેતર થયું છે પરંતુ ગત વર્ષે આજ સમય સુધીમાં થયેલ વાવેતર કરતા વધુ વાવેતર થયું છે. ગત વર્ષે આજ સમય સુધીમાં માત્ર 3133 હેકટરમાં થયું હતું,જેના કરતા ચાલુ સાલે 2633 હેકટરમાં વધુ વાવેતર થઈ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...