તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારીમાં આરોગ્ય વિભાગ દ્વારા 504 સેમ્પલમાંથી ૩ દર્દી પોઝિટિવ નોંધાતા કુલ આંક 1512 થયો હતો. જ્યારે 2 દર્દીએ કોરોનાને માત આપી હતી. નવસારી જિલ્લામાં કોરોનાથી 102 લોકોનાં મૃત્યુ થયા હતા. હાલ 14 દર્દી સારવાર લઈ રહ્યા છે. સોમવારે વધુ 612 જેટલા સેમ્પલ લેવાયા હતા, જેના રિપોર્ટ મંગળવારે આવશે તેમ આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળ્યું છે.
નવસારી આરોગ્ય વિભાગમાંથી મળતી વિગત મુજબ મંગળવારે આરોગ્ય શાખા દ્વારા 504 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં ૩ લોકોનાં સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા. ઇટાળવામાં એક દર્દી અને નવસારી શહેરમાં આવેલા પોશ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાંથી બે લોકોનાં સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા. અત્યાર સુધીમાં આરોગ્ય શાખા દ્વારા 118864 સેમ્પલ લેવાયા, જેમાંથી 117352 સેમ્પલ નેગેટિવ નીકળ્યા હતા અને 1512 સેમ્પલ પોઝિટિવ નીકળ્યા હતા. જ્યારે 102 લોકોનાં સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા. 1396 દર્દીએ સારવાર લઈ કોરોનાને માત આપી હતી. જિલ્લામાં કુલ 68 વિસ્તાર 68 કન્ટેઈનમેન્ટ હેઠળ છે. 68 મેડિકલ ટીમ દ્વારા 4513 વસતિ, 1188 ઘરોનું સરવે દૈનિક ધોરણે હાથ ધરવામાં આવ્યો છે. પોઝિટિવ દર્દીનાં કુલ 2987 સંપર્કને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
36 વિદેશી મુસાફરોમાંથી 31 નેગેટિવ, 5ના રિપોર્ટ બાકી
નવસારી જિલ્લામાં યુકેથી આવનાર 36 વિદેશનાં મુસાફરોનાં પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં 31 મુસાફરોનાં રિપોર્ટ નેગેટીવ આવ્યા છે, જયારે 5 મુસાફરનાં રિપોર્ટ બાકી છે. અન્ય દેશોમાંથી આવેલા 36 મુસાફરો આવ્યા છે તેમને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.