તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:નવસારી સિવિલમાં 175 બેડમાંથી માત્ર 94 જ ઉપયોગી, 81 બેડમાં ઓક્સિજન લાઇનની સુવિધા જ ઉભી કરાઇ નથી

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં સૌથી વધુ 125 કોરોના દર્દી નવસારી સિવિલ હોસ્પિટલમાં હાલ સારવાર લઇ રહ્યા છે, હવે હોસ્પિટલમાં પણ વેઇટીંગ
 • દર્દીઓની સંખ્યા વધતા આગામી 10 દિવસમાં ઓક્સિજન લાઇનની તમામ સુવિધા ઉભી કરવા તંત્રએ હાથ ધરેલી કાર્યવાહી

નવસારીમાં આવેલ એકમાત્ર સરકારી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ દર્દીઓ માટે જગ્યા ન હોવાની બુમો ઉઠતા દર્દીઓના સગાએ થોડો સમય ઉહાપોહ મચાવ્યો હતો. જો કે સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન વાળા બેડની સંખ્યા ઓછી હોય દર્દીઓને હાલ વેટિંગમાં હોવાનું જણાવાઈ રહ્યું છે.

નવસારીમાં એમજીજી સિવિલ હોસ્પિટલમાં 175 કોવિડ હોસ્પિટલમાં બેડ છે અને હાલ 125થી વધુ દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હોવાની માહિતી સિવિલ સર્જને માહિતી આપી હતી. ઓક્સિજનના પાઇપલાઇન વાળા બેડનો સંખ્યા દર્દીઓના પ્રમાણમાં ઓછી હોય અને હાલ કોરોનાનું સંક્રમણ પણ વધતું હોય દરરોજ દર્દીઓની સંખ્યા વધવા પામી છે.

સોમવારે હેલ્પલાઇન ઉપર દર્દીઓના સગાવહાલાએ બેડ માટે પૂછતાં સિવિલના કર્મચારીઓએ બેડ ફૂલ હોવાની માહિતી આપી હતી અને ખાનગી હોસ્પિટલમાં પણ જગ્યા ન હોય દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં લાવતા હોય છે. હાલ જેમ દર્દીઓને રજા અપાય અથવા તેમનું મૃત્યુ થાય ત્યારે જ જે દર્દી વેટિંગમાં હોય છે, તેમને બેડ આપવામાં આવે છે.

વેઇટીંગ માટે હેલ્પ લાઇન શરૂ કરાઇ
હાલ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે દર્દીઓના સગાસંબંધીઓએ હોસ્પિટલોમાં બેડ ખાલી છે કે કેમ તે બાબતે હેલ્પ લાઇન નવસરારી આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં પણ બેડ ખાલી છે કે કેમ તે બાબતે પૂછપરછ કરી નામ નોંધાવે છે અને સિવિલ હોસ્પિટલમાં બેડ ખાલી થયેથી દર્દીઓનો સંપર્ક કરી સારવાર માટે દાખલ કરવામાં આવે છે.

પરિસ્થિતિને જોતા ટૂંકાગાળામાં જ વહીવટી તંત્ર દ્વારા લાઇનની સુવિધા ઉભી કરાશે
સિવિલ હોસ્પિટલમાં બેડ છે પણ ઓક્સિજનના પાઇપલાઇન વાળી બેડની જગ્યા મર્યાદિત હોય દર્દીઓને વેટિંગમાં બેડ હોવાનું જણાવવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં 175 જેટલા બેડની વ્યવસ્થા છે પણ ઓક્સિજનની પાઇપની સુવિધાવાળા બેડની સંખ્યા ઓછી હોય અને હાલ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.

જેમ બેડ ખાલી થાય તેમ દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવે છે. હાલ ખાનગી હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. જો કે હજુ ઘણા બેડ ઉપર ઓક્સિજનની પાઇપલાઇન સેન્ટ્રલ બનાવવાની માટે એક સપ્તાહનો સમય લાગશે ત્યારબાદ વધુ દર્દીઓને સિવિલમાં સારવાર આપી શકાશે.> ડો.કિરણ શાહ, ઇન્ચાર્જ સિવિલ સર્જન, નવસારી

NJ ગૃપના ઉદ્યોગપતિઓની નવસારીની 10 હોસ્પિટલને સખાવત
નવસારીમાં તબીબો દ્વારા બોલાવેલી બેઠકમાં ઓક્સિજન અને વેન્ટિલેટર બાબતે ચર્ચા થઈ હતી. નવસારી ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇએ સુરતના ઉદ્યોગપતિ દાતાઓને સહકાર આપવા અપીલ કરી હતી. જેને પગલે સુરતના એન.જે. ગૃપના બે ઉદ્યોગપતિ જીજ્ઞેશ દેસાઇ (દાંડીવાલા) અને નીરજભાઇ ચોકસીએ નવસારીની યશફીન, શ્રધ્ધા, સરદાર, યુનિક, લાયન્સ, ગોહિલ, લાઈફ કેર હોસ્પિટલમાં અને સ્પંદન હોસ્પિટલમાં તેમજ અમરતલાલ દેસાઈ હોસ્પિટલમાં અને માંડલિયા હોસ્પિટલમાં કુલ 20 ઓક્સિજન કન્ડકટર ભેટમાં આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો