તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારીની ટાટા સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. મોટાભાગે શિક્ષકો વિદ્યાર્થીઓ પર હાથ ઉપાડતા નથી, વિદ્યાર્થીની ફરિયાદ હોય તો વાલીને જણાવે છે. તેવામાં આ વીડિયો વાઈરલ થતાં શિક્ષક સામે વાલીઓનો રોષ જોવા મળી રહ્યો છે.
નવસારીની ટાટા સ્કૂલના શિક્ષકે ભણવામાં ધ્યાન ન આપતા અને વારંવાર ગેરહાજર રહેતા તેમજ હોમવર્ક ના કરતા વિદ્યાર્થીને ઠપકો આપ્યો હતો. જ્યારે વિદ્યાર્થીએ શિક્ષકને અપશબ્દો બોલતા શિક્ષકે ઉશ્કેરાઈને વિદ્યાર્થીને માર્યો માર હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે ફરી જતા શાળાનો માહોલ ગરમાયો છે.
શિક્ષક જ્યારે વિદ્યાર્થીને લાફા ઝીંકતા હતા ત્યારે અન્ય વિદ્યાર્થીઓએ મોબાઈલમાં વીડિયો બનાવ્યો હતો. જે વીડિયો શહેરમાં સોશ્યલ મીડિયામાં ખાસ્સો વાઈરલ થયો હતો. હાલમાં શાળાનો માહોલ બદલાયો છે. મોટે ભાગે હવે શિક્ષકો વિદ્યાર્થીઓ પર હાથ ઉપાડતા નથી. વિદ્યાર્થીની કઇપણ ફરિયાદ હોય તો સીધી જ વાલી સાથે વાત થાય છે તેવામાં વિદ્યાર્થીને લાફા ઝીંકતો આ વીડિયો શહેરના સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.