તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ક્રેઇન માથે પડતાં નવસારીના સિવિલ એન્જિનિયરનું અમેરિકામાં મોત, પરિવારમાં શોકનો માહોલ છવાયો

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃતક કિરણભાઈ 31 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા છે

અમેરિકામાં નિર્માણાધિન ઇમારતમાં કાર્યરત મુળ નવસારીના કિરણ મિસ્ત્રી ઉપર તોતિંગ ક્રેઇન પડતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. કિરણના મોતના સમાચાર સાંભળી નવસારીના તેમના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ છે. મુળ નવસારીના અને 31 વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા સિવિલ એન્જીનીયર કિરણ મિસ્ત્રી અમેરિકાના ફિલાડેલ્ફીયા સ્થિત યુનિવર્સિટી સીટીમાં નિર્માણાધિન ઇમારતમાં કાર્યરત હતા.

વિશાળ ક્રેઇન પલટી મારી તેમના પર પડી
ગત મંગળવારે કિરણ નોકરી પર હતા ત્યારે જમીને બહાર નિકળતા હતા, ત્યારે અચાનક એક વિશાળ ક્રેઇન પલટી મારી ગઈ અને તેમના ઉપર આવી પડી હતી. ક્રેઇન નીચે દબાતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. જેથી તાત્કાલિક સ્થાનિક લાશ્કરોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કિરણને ક્રેઇનની નિચેથી કાઢી નજીકના પેન પ્રિસ્બીટેરિયન મેડિકલ સેન્ટરમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા. જ્યારે અકસ્માતમાં ઘવાયેલા અન્ય બે કામદારોને પણ સારવાર હેઠળ ખસેડાયા હતા. કિરણના અકસ્માતમાં મોતની ખબર નવસારી તેમના કાકાભાઈ સુરેશ મિસ્ત્રીના પરિવારને થતા, તેઓ આઘાતમાં સરી પડયા હતા.

આવતા વર્ષે નવસારી આવવાનું પ્લાનીંગ કરી રહ્યા હતા
સુરેશભાઈએ જણાવ્યુ કે હું એકનો એક દીકરો, તેમ કિરણ પણ મારા કાકાનો એકનો એક દિકરો હતો. 4 વર્ષ અગાઉ જ તેઓ નવસારી મારી બહેનને ત્યાં મોસાળામાં આવ્યા હતા. જ્યારે મોટા દિકરા કેતનના લગ્નનું વિચારી કિરણ અને પરિવાર આવતા વર્ષે નવસારી આવવાનું પ્લાનીંગ કરી રહ્યા હતા. હસમુખો અને દરેકને મળતાવડો સ્વભાવ હતો. કિરણે સિવિલ એન્જીનીયરીંગ કર્યા બાદ મુંબઇમાં થોડા મહિના નોકરી કરી હતી. બાદમાં તેઓ અમેરિકામાં સ્થાયી થયા હતા.

અન્ય સમાચારો પણ છે...