રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત, જિલ્લા વહીવટી તંત્ર નવસારી તથા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, નવસારી અને સર સી. જે.એ.ઝેડ.મદ્રેસા સ્કૂલ નવસારીના સંયુકત ઉપક્રમે ખેલ મહાકુંભ જિલ્લા કક્ષાની ફૂટબોલ સ્પર્ધાનું આયોજન લુન્સીકુઈ નવસારીમાં યોજાઇ હતી. જેમાં જિલ્લાની 20 ટીમે ભાગ લીધો હતો.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી રોહિતકુમાર ચૌધરી, ડો. મયુર પટેલ, પિયુષ પટેલ, આયોજક મરઝબાન પાત્રાવાલા ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આવતીકાલે ફાઈનલ મેચમાં આવનારી ટીમ રાજ્ય કક્ષાએ નવસારીનું નામ રોશન કરશે એવી શુભકામના આપી હતી. આજે શુક્રવારે બે સમિફાઇનલ અને બે ક્વાર્ટર ફાઇનલ સુધીની મેચ સંપન્ન થઇ છે.
સેમિફાઇનલમાં નવસારી એફસી અને બીલીમોરા અેફસીની ટીમ પહોંચી છે. જયારે ક્વાર્ટર ફાઇનલમાં એમએસ7, પૂર્ણ એફસી, દબલુ.એસ.7 અને ગ્રીનફિલ્ડ એફસી પહોંચી હતી. આજે રમાયેલી મેચમાં બીલીમોરા એફસી અને નવસારી એફસી (બી)ની ટીમ વચ્ચે ક્વાર્ટર ફાઇનલ મેચ રમાઇ હતી. જેમાં બીલીમોરા એફસીએ વિજય મેળવ્યો હતો. આ મેચ રસાકસીપૂર્ણ રહી હતી. શનિવારે પણ ક્વાર્ટર ફાઇનલ મેચ રસાકસીપૂર્ણ બને તેવી શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.