તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છાત્રોમાં નારાજગી:નવસારીની ગ્રાન્ટેડ કોલેજોમાં બીજા-ત્રીજા વર્ષમાં પ્રવેશફોર્મ સાથે ફી ભરવા છાત્રોને હુકમ

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 100થી વધુ છાત્રએ કુલપતિને ઈ-મેઈલથી ફરિયાદ કરી

વીર નર્મદ યુનિ. દ્વારા પહેલા-બીજા વર્ષના છાત્રોને માસ પ્રમોશન પાસ કર્યા બાદ બીજા-ત્રીજા વર્ષમાં પ્રવેશ માટે દરેક કોલેજમાં પ્રવેશ પક્રિયા ચાલુ થઈ છે ત્યારે નવસારીની ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશ ફોર્મ સાથે ફી ભરવાનો હુકમ કરતા છાત્રોમાં નારાજગી વ્યાપી ગઈ છે. જેમાં તેઓએ કુલપતિને ઈ-મેઈલ કરી ફરિયાદ કરી હોવાનું છાત્ર સંગઠનોએ જણાવ્યું હતું. જિલ્લામાં માસ પ્રમોશન બાદ આવેલ વિવિધ ગ્રાન્ટેડ કોલેજમાં બીજા અને ત્રીજા વર્ષમાં પ્રવેશ માટે કાર્યવાહી શરૂ કરાઇ છે. જેમાં નવસારી શહેરમાં આવેલી ગ્રાન્ટેડ કોલેજમાં પણ પ્રવેશ ફોર્મ સાથે પ્રથમ સત્રની ફીનો પણ આગ્રહ રાખતા છાત્રોમાં નારાજગી વ્યાપી ગઈ છે.

છાત્રોએ પોતાની વ્યથા બાબતે કુલપતિને ઈ-મેઈલ કરી જણાવ્યું હતું. જેમાં જણાવ્યું કે નવસારીની કોલેજમાં મસ મોટી રકમની ફી મંગાઈ રહી છે, જયારે ઓનલાઈન ક્લાસ બરાબર ભણાવતા નથી, કોલેજો બંધ છે, તેવામાં આટલી મોટી રકમની ફી વસૂલ કરવી તે થોડી પણ યોગ્ય બાબત નથી. તમામ છાત્રાેઅે આનો વિરોધ કરી નાેંધાવ્યાે હતાે.જોબ કરીને પોતાનું ભણતર પૂરું કરતા છાત્રાે માટે તાત્કાલીક ફી ભરવી શક્ય નથી.

ગવર્મેન્ટ કોલેજોમાં અભ્યાસ કરતા 100%માંથી 80% વિદ્યાર્થીઓ મધ્યમ વર્ગના હોય છે અને બાકીના 20% વિદ્યાર્થીઓની પરિસ્થિતિ એટલી નબળી છે કે તેઓના ઘરમાં રોજ કમાઈને રોજ ખાવાવાળા હોય છે. તેમાં પણ ફી ભરવાની મુદ્દત આટલા ઓછા સમયની હોઇ તો કેવી રીતે ભરી શકશે. જેથી ફીમાંથી વિદ્યાર્થીઓને થોડી રાહત આપવા, ફીમાં ઘટાડો, ફી ભરવાની મુદ્દતમાં પણ વધારો કરવામાં આવે તેવી છાત્ર સંગઠનોએ કુલપતિને ફરિયાદમાં અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...