આદેશ:વીમેદારના નોમિનીને 7 ટકા વ્યાજ સહિત રકમ ચૂકવવાનો આદેશ

નવસારી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહક ફોરમની વીમા કંપનીને લપડાક
  • લોન લેનાર વ્યકિતનું અવસાન થયું હતું

નવસારીમાં વીમાદારનંુ અવસાન થતા વીમાની રકમ નહીં ચૂકવનાર કંપનીને ગ્રાહક ફોરમે વીમેદારના વારસને 7 ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવા હુકમ કર્યો હતો. નવસારીમાં રેલવે સ્ટેશન પાસે કાલિકા એપાર્ટમેન્ટમાં રહેતી આબેદા સાજીદભાઈ અન્સારીના પતિએ કરિશ્મા ગાર્ડન પાસે ફ્લેટ લેવા લોન લીધી હતી અને લોન ઉપર વીમો પણ લીધો હતો. જેનું પ્રીમિયમ પણ ભર્યું હતું પરંતુ લોન લીધાના દોઢ માસમાં જ લોન લેનારનું હૃદયરોગથી મોત થયું હતું.

જેથી તેમના વારસદાર આબેદાબેને આ વીમાની રકમ લોનનું દેવું ચૂકવી શકાય તે માટે વીમાની રકમ મેળવવા વીમા કંપનીમાં દાવો કરતા દાવો નકારી કાઢ્યો હતો. વીમા કંપનીએ જણાવ્યું કે વીમો લીધાના 90 દિવસની અંદર વીમેદારનું મોત થાય તો વીમેદારના નોમિની હકદાર નથી.

જેથી આબેદાબેને એડવોકેટ હસનેન ઉસ્માની દ્વારા ગ્રાહક સુરક્ષા ફોરમમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં હસનેન ઉસ્માનીની દલીલો અને અન્ય કોર્ટના ચૂકાદાઓ ગ્રાહક કોર્ટમાં રજૂ કરતા ફોરમ દ્વારા વીમા કંપનીને સેવામાં ખામી જણાવીને વીમાની તમામ રકમ 7 ટકાના વ્યાજ સહિત ચૂકવવા આદેશ કર્યો હતો. આ રકમ લોનની ચૂકવણી કરવા માટે પણ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...