તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો નિર્ણય:ચેક રિટર્નનાં પાંચ કેસમાં માતા-પુત્રને નિર્દોષ છોડી મુકવા હુકમ

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બચાવ પક્ષના વકીલની દલીલોને કોર્ટે માન્ય રાખી

નવસારી કોર્ટમાં ડી.એમ. જ્વેલર્સના પ્રોપરાઇટર વિરૂધ્ધ નેગોશિયેબલ એક્ટની કલમ-138 મુજબની ચાર ફરિયાદ દાખલ કરાઇ હતી. પુત્ર અને ડી.એમ. ગ્રુપ ઓફ ઇન્ડ્રસ્ટ્રીઝના ભાગીદાર ધવલ મનિષકુમાર લાઠીગરા વિરૂદ્ધ પણ નેગો.ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ ફરિયાદ દાખલ થઈ હતી. આ પાંચ ફરિયાદનો કેસ કોર્ટમાં ચાલી જતાં એડવોકેટની દલીલને કોર્ટે માન્ય રાખી તેમને તમામ કેસમાં નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.

નવસારીમાં ડી.એમ જવેલર્સના માલિકો મનિષ લાઠીગરા, તેમની પત્ની દિપ્તીબેન અને તેમના પુત્રએ નવસારીના પાંચ લોકો પાસે ઉધાર નાણાં લઈને ચેક આપતા તે રિટર્ન થયો હતો. કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ હેઠળ પાંચ ફરિયાદ થઈ હતી. જેમાં બચાવ પક્ષે એડવોકેટ વિજય એ.નાઈકે દલીલો કરીને સુપ્રિમ અને હાઇકોર્ટના ચૂકાદાઓ ટાંક્યાં હતા. જેને ધ્યાને લઇને નવસારી કોર્ટે વિજય નાઈકની દલીલોને ધ્યાને લઇ તમામ કેસમાંથી તેઓને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

નાણાં લેનારનું અવસાન થતાં તેમના કુટુંબીજનોની કોઈ જવાબદારી નથી
નવસારીમાં ડી.એમ.જ્વેલર્સના દિપ્તીબેન લાઠીગરા અને તેમના પુત્ર વિરુદ્ધ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ હેઠળ નવસારીમાં અલગ અલગ વ્યક્તિએ પાંચ કેસ કર્યા હતાં. આ બાબતે દલીલો કરી કે તમામ ફરિયાદ બાબતનો વ્યવહાર મનિષ લાઠીગરા સાથે થયો છે અને તેઓ મૃત્યુ પામ્યાં છે જેથી હાલ જે આરોપ મૂક્યાં છે તેની જવાબદારી દિપ્તીબેન અને તેમના પુત્રની નથી.

ફરિયાદ કરનારાઓએ દીપ્તિબેન લાઠીગરાને 29મી સપ્ટેમ્બરે ચેક રિટર્ન કરાવી ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવા બાબતે લેખિતમાં અરજી કરી હતી. જેથી ચેક રિટર્ન થતા નવેમ્બરમાં ચેક આપવાનો કોઈ સવાલ ઉભો થતો નથી. આ દલીલોને ધ્યાનમાં રાખી કોર્ટ માતા-પુત્રને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો હતો. > વિજય એ નાઈક, બચાવ પક્ષના એડવોકેટ

અન્ય સમાચારો પણ છે...