વિરોધ:સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10% ઓબીસી બેઠક જનરલ કરાતા વિરોધ

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારીના આગેવાનોનો CMને પત્ર

નવસારી જિલ્લામાં ઓબીસી આગેવાનોમાં જમાલપોરના ઉપેશભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, ઉંડાચના મીનલ, હેમલતાબેન, ધકવાડા-મુનસાડ ગામના અગ્રણીઓએ મુખ્યમંત્રીને ઓબીસી સમાજની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનામત બાબતે ચૂંટણી પંચના નિયમનો વિરોધ કરી પત્ર લખ્યો હતો. પત્રમાં જણાવ્યું કે ચૂટણી આયોગ દ્વારા 3252 ગ્રામ પંચાયતમાં 10 ટકા ઓબીસી અનામત ધ્યાને લીધા વિના ચૂંટણી કરવાના તાજેતરમાં આદેશ કરવામાં આવ્યો છે.

સુપ્રિમ કોર્ટ દ્વારા 19 જાન્યુઆરી-2022ના રોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ઓબીસી રિઝર્વેશનનું પ્રમાણ, બેઠકનો પ્રકાર અને રોટેશન સંદર્ભે નવેસરથી કમિશન રચી વસતીના આધારે માપદંડો નિયત કરવા આદેશ કરવામાં આવ્યો હતો પરંતુ સરકારે આ અંગે કોઇ કાર્યવાહી કરી નથી. હવે રાજ્ય ચૂંટણી આયોગે 10 ટકા ઓબીસી અનામત રહેલ મહિલા અનામત સહિતની તમામ બેઠકોને સામાન્ય બેઠક વર્ગીકૃત કરીને ચૂંટણીનું જાહેરનામુ પ્રસિદ્ધ કરવા આદેશ કર્યો છે, જેનો વિરોધ કરી વસતીના ધોરણ મુજબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ઓબીસી સમાજ માટે તાકિદે અનામત બેઠકો વધારવાની જરૂરિયાત હોય તે માટે અપીલ કરી હતી.

.અન્ય સરકારે પીટીશન દાખલ કરી હતી
વર્ષ-2021ના અંતમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી રિઝર્વેશનના અમલ મુદ્દે સુપ્રિમ કોર્ટમાં પીટીશન દાખલ થઇ હતી. આમ છતાં ગુજરાત સરકાર આ બાબતે ઉંઘતી રહી, જે કેટલે અંશે વ્યાજબી કહેવાય? મધ્યપ્રદેશ પ્રદેશની સરકાર જો 27 ટકા અનામત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી સમાજને આપી શક્તી હોય તો હાલની આ ગુજરાત સરકાર કેમ નહીં? જ્યાં સુધી કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ મુલતવી રાખવામાં આવે. > ઉપેશ પટેલ, અગ્રણી, નવસારી કોળી પટેલ સમાજ

અન્ય સમાચારો પણ છે...