તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:નવસારી જિલ્લા ભાજપમાં યુવાનોને તક, ચીખલીના ડો. અશ્વિન પટેલ અને પડઘાના જીગ્નેશ નાયક મહામંત્રી

નવસારી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પ્રમુખ ભૂરાલાલ શાહે સંવિધાન દિવસે પોતાની ટીમ જાહેર કરી

દીવાળી પહેલા નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાલાલ શાહની જાહેરાત કરવામાં આવી હતી હવે જિલ્લના અન્ય હોદ્દેદારોની પણ નિમણૂક કરવામાં આવી છે. જેમાં આ વખતે યુવાનોને તક આપવામાં આવી છે. ચીખલીના ડો. અશ્વિન પટેલ અને પડઘાના જીગ્નેશ નાયકની મહામંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે.

8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 7 મંત્રીની વરણી
નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહે સંવિધાન દિવસે પોતાની ટીમ જાહેર કરી છે. જેમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 7 મંત્રી, 1 કોશધ્યક્ષ અને 1 કાર્યાલય મંત્રીની વરણી કરાઈ છે. જાહેર થયેલી ભાજપ પ્રમુખની ટીમમાં પ્રદેશ પ્રમુખનો પ્રભાવ જોવા મળ્યો હોવાનો ચર્ચા વ્યાપી હતી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા યુવાનોની પસંદગી
આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત મેળવવા માટે જિલ્લા ભાજપ દ્વારા સક્ષમ યુવાઓની ટીમની પસંદગી કરી છે ત્યારે જિલ્લા ભાજપ ના નવા માળખામાં મોટે ભાગે સક્રિય કાર્યકર્તાઓએ ને સમવાતા કોઈપણ વિવાદ કે નારાજગી જોવા મળી ન હોતી

અન્ય સમાચારો પણ છે...