તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:નવસારી જિલ્લામાં 594 ટેસ્ટમાં એક જ કેસ કોરોના પોઝિટિવ. કુલ રિકવર 1394, એક્ટિવ કેસ 13

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

નવસારી જિલ્લામાં 594 કોરોના ટેસ્ટમાં માત્ર એક મહિલાનો રિપોર્ટ જ પોઝિટિવ રવિવારે આવ્યો હતો. શનિવારે કોરોનાની ચકાસણી માટે 594 સેમ્પલો લેવામાં આવ્યા હતા. આ સેમ્પલોનાં રેપિડ એન્ટીજન ટેસ્ટ અને આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. આ ટેસ્ટમાં માત્ર એક જ વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.બીલીમોરાના ગોહરબાગ વિસ્તારમાં રહેતી મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ એક કેસ સાથે જિલ્લાનાં કુલ કેસ 1509 થયા હતા. રવિવારે કોરોનાની સારવાર લેતા બે દર્દી રિકવર થયા હતા, જેની સાથે કુલ રિકવરનો આંક 1394 થયો હતો.

યુ. કે.થી આવેલા 18ના ટેસ્ટ નેગેટિવ
હાલના સમયમાં ઇંગ્લેન્ડમાં કોરોનાનાં કેસોમાં ભારે ઉછાળો આવ્યો છે. આ સ્થિતિમાં નવસારીમાં પણ ઇંગ્લેન્ડથી આવનારા ઉપર નજર રાખી ‘ટેસ્ટ’ કરાવાઇ રહ્યાં છે. ઇંગ્લેન્ડથી આવેલ 18 લોકોનાં ટેસ્ટ કરાયા હતા, જે તમામ નેગેટિવ આવ્યા હતા. જેથી વહિવટી તંત્રએ રાહતનો શ્વાસ લીઘો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો